કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ: શ્રીલંકાની પુરુષ અને મહિલા ટીમનો દબદબો, કેનેડા અને ઈંગ્લેન્ડની પણ મોટી જીત

યુગાન્ડા સામે 36-34થી રોમાંચક વિજય મેળવી શ્રીલંકાની પુરુષ ટીમે અજેય સિલસિલો જાળવ્યો; કેનેડાએ ઓસ્ટ્રેલિયાને 74-28થી અને ઈંગ્લેન્ડે નાઈજીરિયાને 68-18થી હરાવ્યું અમદાવાદ: કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ (CWKC) 2026ના ત્રીજા દિવસે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પુરુષ અને મહિલા વિભાગમાં રોમાંચક તેમજ એકતરફી મુકાબલાઓ જોવા મળ્યા હતા. પુરુષ વિભાગમાં કેનેડા અને ઈંગ્લેન્ડે મોટી જીત નોંધાવી હતી, જ્યારે…