મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ૭૫મો પદવીદાન સમારોહ
૩૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ; કુલ ૧૨,૫૫૭ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત — દીકરીઓની નોંધપાત્ર ગોલ્ડ મેડલ સિદ્ધિને રાષ્ટ્રપતિએ ગણાવી ‘બદલતા ભારતની ઉજ્જવળ તસવીર’ વડોદરા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ૭૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. ઐતિહાસિક સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા,…
