હીરામણિ પ્રાથમિક શાળામાં ‘વરસાદની મોજ’ થીમ આધારિત છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ

વિદ્યાર્થીઓએ રંગબેરંગી છત્રીઓ પર વરસાદી ઋતુનું સૌંદર્ય ઉતારી સર્જનાત્મકતાનો પરિચય આપ્યો અમદાવાદ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને કલાપ્રેમનો વિકાસ થાય તેમજ તેમની કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે “વરસાદની મોજ” થીમ આધારિત છત્રી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની અનોખી કલ્પનાઓને રંગો અને સર્જનાત્મક…