પાટણમાં તળાવો અને કેનાલો સૂકાભઠ્ઠ, ખેડૂતોનો આક્રોશ: પાક સુકાતાં આર્થિક સંકટ ઘેરાયું

સરસ્વતી તાલુકામાં સિંચાઈના પાણી માટે ખેડૂતોની પોકાર; પાટણને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અથવા કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ, સાંસદ ભરતસિંહ ડાભી અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને કરી રજૂઆત પાટણ: અનિયમિત વરસાદ અને સિંચાઈના પાણીની અછતને પગલે પાટણ જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ પાટણ જિલ્લાને…