‘ગર્વ હૈ’ની ટેબલ ટેનિસ ખેલાડી દિવિજા પોલે પંચકુલામાં નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

અંડર-13 ગર્લ્સ કેટેગરીમાં મેળવ્યું કાંસ્ય પદક, દિવિજા પોલ ભારતની અંડર-13 કેટેગરીમાં નંબર-1 ખેલાડી; અદાણી સ્પોર્ટ્સલાઇનના ‘ગર્વ હૈ’ અભિયાન હેઠળ મળશે તાલીમ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સહયોગ અમદાવાદ, અદાણી સ્પોર્ટ્સલાઇનના ‘ગર્વ હૈ’ પહેલ સાથે જોડાયેલી ઉભરતી ટેબલ ટેનિસ ખેલાડી દિવિજા પોલે હરિયાણાના પંચકુલામાં યોજાયેલી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં શાનદાર પ્રદર્શન કરીને અંડર-13 ગર્લ્સ કેટેગરીમાં બ્રોન્ઝ…

નૂરજહાં જમાનીનો આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસમાં ડબલ ધમાકો, સિલ્વર-બ્રોન્ઝ સાથે વર્લ્ડ રેન્કિંગમાં 19મા ક્રમે

ફિનલેન્ડમાં ITTF વર્લ્ડ પેરા ફ્યુચર લાહતી-2026માં ક્લાસ-7 સિંગલ્સમાં સિલ્વર અને સ્ટેન્ડિંગ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો; ભારતની નંબર-1 ખેલાડીએ રેન્કિંગમાં 8 સ્થાનની છલાંગ લગાવી અમદાવાદ અમદાવાદની પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ભારતની નંબર-1 નૂરજહાં નૂરઅલી જમાનીએ ફિનલેન્ડમાં આયોજિત ITTF World Para Future Lahti 2026માં શાનદાર પ્રદર્શન કરી બે મેડલ પોતાના નામે કર્યા છે. પજુલાહતી ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર…