પુરૂષોત્તમ માસમાં શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે વિવિધ મનોરથો યોજાશે
શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરેલા ઋષિકુમારો વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે એસવીએન, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિકસ્ય અધિકં ફલમ્ શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. 10 મેએ સાંજે સંગીતમય સુંદરકાંડ સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 10મી મે. 2026ને રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી) આદ્યસંસ્થાપક શ્રીભાગવત વિદ્યાપીઠ, શ્રી વલ્લ્ભનિધિ ટ્રસ્ટ, શ્રીકૃષ્ણનિધિ ટ્રસ્ટની 24મી પુણ્યતિથિ નિમિત્તે …
