સ્વર્ણિમ યુનિવર્સિટી ખાતે ‘હોમિયોપેથી બિયોન્ડ હ્યુમન’ હેલ્થ વિષય પર સેમિનાર યોજાયો
ગાંધીનગર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા “રિસર્ચ એન્ડ પ્રોટેન્શિયલ ઓફ હોમિયોપેથી બિયોન્ડ હ્યુમન” વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના જાણીતા હોમિયોપેથિક ચિકિત્સક અને ક્લિનિશિયન-ઉદ્યોગસાહસિક ડૉ. શિવંગ સ્વામિનારાયણ દ્વારા મહત્વના વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સત્રમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ, હોમિયોપેથી, કૃષિ, મેનેજમેન્ટ અને આયુષ સ્ટ્રિમ સહિતના ફેકલ્ટીઓએ સક્રિય ભાગ…
