કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રવિવારે ફૂટબોલની ફાઇનલ મેચ
અમદાવાદ ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગની ફાઇનલમાં રવિવારે કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ ટકરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મિઝોરમના રમતગમત મંત્રી લાલનહિંગ્લોવા હમાર સહિતના મહાનુભવાઓ મેચના સાક્ષી બનશે. અમદાવદના EKA અરેના ખાતે સાંજે 7 વાગ્યે મેચ શરૂ થશે. બંને ટીમો વચ્ચે શુક્રવારે રમાયેલી લીગ મેચ 1-1થી ડ્રો થઇ હતી. દિવસની બીજી લીગ મેચમાં અમદાવાદ એવેન્જર્સે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સને 3-0થી હરાવ્યું…
