વેસ્ટર્ન એશિયન જુનિયર-યુથ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો: તમામ 14 ગોલ્ડ મેડલ પર કબજો

અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન; વિવિધ વયજૂથોમાં ભારતીય ચેસબાજોએ લહેરાવ્યો વિજયધ્વજ અમદાવાદ અમદાવાદના રાજપથ ક્લબ ખાતે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના આયોજન હેઠળ યોજાયેલી વેસ્ટર્ન એશિયન જુનિયર અને યુથ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. 22થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ભારતે તમામ 14 ગોલ્ડ મેડલ જીતીને…

વેસ્ટર્ન એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં પ્રીશિતા ગુપ્તા, નિહિરા કુલ અને મૈત્રેયી મંડલ ટાઇટલની નજીક

અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાતી સ્પર્ધા અંતિમ તબક્કામાં; અંડર-18 ઓપનમાં માધવેન્દ્ર પ્રતાપ શર્મા, જ્યારે અન્ય વયજૂથોમાં પણ ખિતાબ માટે રસાકસી અમદાવાદ: ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન દ્વારા અમદાવાદના રાજપથ ક્લબ ખાતે 22થી 31 ઓક્ટોબર દરમિયાન આયોજિત વેસ્ટર્ન એશિયન જુનિયર અને યુથ ચેસ ચેમ્પિયનશિપ 2026 હવે રોમાંચક અંતિમ તબક્કામાં પહોંચી છે. સ્પર્ધાના આઠમા રાઉન્ડ બાદ અંડર-16, અંડર-18…

વેસ્ટર્ન એશિયન યુથ એન્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં અમદાવાદના જિહાન તેજસ શાહની આગેકૂચ

ચોથા રાઉન્ડના અંતે જુનિયર ઓપન વિભાગમાં જિહાન એકમાત્ર લીડર; અંડર-18માં તિજિલ સિંહ ચાર પોઈન્ટ સાથે મોખરે અમદાવાદ અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાઈ રહેલી વેસ્ટર્ન એશિયન યુથ એન્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2026માં ચોથા રાઉન્ડના અંતે અમદાવાદના જિહાન તેજસ શાહે જુનિયર ઓપન વિભાગમાં શાનદાર પ્રદર્શન કરીને એકમાત્ર લીડર બનવાનું ગૌરવ મેળવ્યું છે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન દ્વારા આયોજિત…

અમદાવાદમાં વેસ્ટર્ન એશિયન યુથ અને જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં 7 દેશોના 700થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

22થી 31 ઓક્ટોબર દરમિયાન રાજપથ ક્લબ ખાતે આંતરરાષ્ટ્રીય ચેસનો જંગ જામશે; ક્લાસિકલ, રેપિડ અને બ્લિટ્ઝ એમ ત્રણ ફોર્મેટમાં યોજાશે સ્પર્ધા, ભારતીય ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ટાઇટલ મેળવવાની તક અમદાવાદ ગુજરાતની રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ઓળખને વધુ મજબૂત બનાવવાની દિશામાં અમદાવાદ ખાતે પ્રતિષ્ઠિત વેસ્ટર્ન એશિયન યુથ અને જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. 22થી 31 ઓક્ટોબર દરમિયાન એસ.જી….

અમદાવાદના ધ્યાન પટેલની ઐતિહાસિક સિદ્ધિ: કોમનવેલ્થ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ

અંડર-11 કેટેગરીમાં ક્લાસિકલ, રેપિડ અને બ્લિટ્ઝ ત્રણેય ફોર્મેટમાં મેળવ્યું સુવર્ણ ચંદ્રક | અગાઉ નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં પણ બની ચૂક્યો છે ચેમ્પિયન અમદાવાદ અમદાવાદના પ્રતિભાશાળી યુવા ચેસ ખેલાડી ધ્યાન પટેલે આંતરરાષ્ટ્રીય ચેસ જગતમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતનું ગૌરવ વધાર્યું છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં 4થી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાયેલી કોમનવેલ્થ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ધ્યાન…

૧૪ વર્ષનો વિવાન વિશાલ શાહ ગુજરાતનો સૌથી નાનો આંતરરાષ્ટ્રીય માસ્ટર

સાત વર્ષની ઉંમરે ચેસની શરૂઆતથી આંતરરાષ્ટ્રીય માસ્ટર સુધીની સફર; બે દેશોમાં ત્રણ આઈએમ નોર્મ્સ સાથે નોંધપાત્ર સિદ્ધિ સુરતઃ ગુજરાતના ચેસ ક્ષેત્રમાં સુરતના ૧૪ વર્ષના વિવાન વિશાલ શાહે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિવાને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય માસ્ટર (IM) ટાઇટલ માટે જરૂરી તમામ નોર્મ્સ અને અન્ય આવશ્યકતાઓ પૂર્ણ કરી છે. આ સાથે તે ગુજરાતનો સૌથી નાની ઉંમરનો…