87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર – કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતે રોમાંચક અંતિમ મુકાબલામાં ખિતાબ જીત્યો
ગાંધીધામ આજે હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025 ના અંડર-15 બોયઝ ટીમ ફાઇનલમાં ગુજરાતે જબરદસ્ત ટક્કરમાં મહારાષ્ટ્રને 3-2 થી હરાવી ખિતાબ પોતાના નામે કરી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ ફાઇનલ મુકાબલો સતત ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો, જેમાં મહારાષ્ટ્રે નિલય પટ્ટેકરએ દેવ ભટ્ટને…
