હીરામણિ નર્સરી-કે.જી.ના ભૂલકાંઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોના ચહેરા પર રેલાવ્યું સ્મિત

બાળગીતો, ભજનો અને વડીલોની જીવનકથાઓ વચ્ચે બે પેઢીઓ વચ્ચે સર્જાયો લાગણીસભર સેતુ; બાળકોએ વડીલો પ્રત્યે આદર, પ્રેમ અને કાળજી રાખવાનો સંદેશ મેળવ્યો અમદાવાદ: હીરામણિ સ્કૂલના નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓએ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ની મુલાકાત લઈને ત્યાં વસવાટ કરતા વડીલો સાથે આનંદ અને લાગણીસભર સમય વિતાવ્યો હતો. બાળકોની નિર્દોષ હાસ્યની કિલકારીઓ, મધુર બાળગીતો અને ભક્તિભાવપૂર્ણ ભજનોથી વૃદ્ધાશ્રમનું…