સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપઃ જયનિલ અને ફિલઝાહ ચેમ્પિયન, વિવાન દવેને બે ટાઇટલ

રાજકોટના જયનિલ મહેતા અને સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ મેન્સ-વિમેન્સ ટાઇટલ જીત્યાં; 14 વર્ષીય વિવાને અંડર-19 અને અંડર-17 બોયઝમાં શાનદાર સફળતા મેળવી ગાંધીધામ રાજકોટના જયનિલ મહેતા અને સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં અનુક્રમે મેન્સ અને વિમેન્સ ટાઇટલ જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. 16થી 20 ઓક્ટોબર દરમિયાન…

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અમદાવાદની પુરુષ અને સુરતની મહિલા ટીમ ટોચના ક્રમાંકે

16થી 20 ઓક્ટોબર દરમિયાન આદિપુરમાં રાજ્યની પ્રતિષ્ઠિત સ્પર્ધા યોજાશે; 21 કેટેગરીમાં 618 એન્ટ્રી, ₹5.21 લાખથી વધુની ઇનામી રકમ ગાંધીધામ ગુજરાત રાજ્યની ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં સિઝનની સૌથી પ્રતિષ્ઠિત અને રેન્કિંગ પોઈન્ટ્સની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણાતી ‘ફ્રેન્ડ્સ ગ્રુપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026’નો આવતીકાલે, 16 ઓક્ટોબરથી પ્રારંભ થશે. કચ્છના આદિપુર સ્થિત હરીશ સંગતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર…

જયનિલ મહેતાએ રોમાંચક ફાઇનલમાં સોહમને હરાવી સતત બીજું સ્ટેટ મેન્સ ટાઇટલ જીત્યું

સાત ગેમ સુધી ખેંચાયેલી ફાઇનલમાં જયનિલનો 4-3થી વિજય; અંડર-19માં અભિલાક્ષ પટેલનો અપસેટ, અંડર-17માં માનવ પંચાલ ચેમ્પિયન આણંદ આણંદના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના બીજા ક્રમાંકિત જયનિલ મહેતાએ રોમાંચક મુકાબલામાં અમદાવાદના આઠમા ક્રમાંકિત સોહમ ભટ્ટાચાર્યને 4-3થી હરાવી મેન્સ સિંગલ્સનું ટાઇટલ જાળવી રાખ્યું હતું. સાત ગેમ સુધી ચાલેલી…

સોહમ ભટ્ટાચાર્ય અને પ્રથમ માદલાણીએ અપસેટ સર્જી મેન્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ટોચના ક્રમાંકિત અભિલાષ રાવલને સોહમે 3-1થી હરાવ્યો, જ્યારે પ્રથમ માદલાણીએ ધૈર્ય પરમારને પછાડ્યો આણંદ આણંદના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. અમદાવાદના આઠમા ક્રમાંકિત સોહમ ભટ્ટાચાર્યએ ટોચના ક્રમાંકિત અને બે વખતના સ્ટેટ રેન્કિંગ ચેમ્પિયન અભિલાષ રાવલને 3-1થી હરાવીને મોટો…

મેન્સ ટાઇટલ જીતી જયનિલે અભિલાષની આગેકૂચ અટકાવી, અંડર-19માં જન્મેજય અજેય

જયનિલ મહેતાએ અભિલાષ રાવલને 4-1થી હરાવ્યો; જન્મેજય પટેલે સતત પાંચમું અંડર-19 ટાઇટલ જીત્યું સુરત તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલી ‘તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ’માં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં રાજકોટના બીજા ક્રમાંકિત જયનિલ મહેતાએ અમદાવાદના ટોચના ક્રમાંકિત અભિલાષ રાવલને 4-1થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ…