જયનિલ મહેતાએ અભિલાષ રાવલને 4-1થી હરાવ્યો; જન્મેજય પટેલે સતત પાંચમું અંડર-19 ટાઇટલ જીત્યું
સુરત
તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલી ‘તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ’માં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં રાજકોટના બીજા ક્રમાંકિત જયનિલ મહેતાએ અમદાવાદના ટોચના ક્રમાંકિત અભિલાષ રાવલને 4-1થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ સાથે જયનિલે સિઝનનું પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું.
જયનિલની શાનદાર શરૂઆત, અભિલાષનો વિજયરથ અટક્યો
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટના ઉપક્રમે યોજાયેલી સ્પર્ધામાં જયનિલે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. તેણે 11-8થી પ્રથમ ગેમ જીતી હતી. બીજી ગેમ અભિલાષે 11-4થી જીતી વાપસીનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યારબાદ જયનિલે સતત ત્રણ ગેમ જીતીને મેચ 4-1થી પોતાના નામે કરી હતી. પાંચમી ગેમ 16-14 સુધી ખેંચાઈ હતી.
જન્મેજયે 0-2થી પાછળ રહીને કમાલ કરી
બોયઝ અંડર-19ની ફાઇનલમાં અરવલ્લીના ટોચના ખેલાડી જન્મેજય પટેલે અમદાવાદના ત્રીજા ક્રમાંકિત અભિલાક્ષ પટેલને 4-3થી હરાવ્યો હતો. જન્મેજય શરૂઆતમાં 0-2થી પાછળ હતો, પરંતુ ત્યારબાદ સતત ચાર ગેમમાં શાનદાર વાપસી કરી હતી. આ જીત સાથે તેણે ચાલુ સિઝનમાં પોતાનો અજેય ક્રમ જાળવીને સતત પાંચમું અંડર-19 ટાઇટલ મેળવ્યું હતું.
માલવ પંચાલે અંડર-17નું ટાઇટલ જીત્યું
બોયઝ અંડર-17ની ફાઇનલમાં અમદાવાદના બીજા ક્રમાંકિત માલવ પંચાલે વડોદરાના ટોચના ક્રમાંકિત વેદ પંચાલને 3-2થી હરાવ્યો હતો. પાંચ ગેમ સુધી ચાલેલા મુકાબલામાં માલવે નિર્ણાયક ક્ષણોમાં શ્રેષ્ઠ રમત દર્શાવીને સિઝનનું પોતાનું બીજું ટાઇટલ હાંસલ કર્યું હતું.
વિમેન્સમાં સેમિફાઇનલ લાઇન-અપ નક્કી
વિમેન્સ સિંગલ્સમાં પ્રથા પવાર, મૌબોની ચેટરજી, ફિલઝાહ ફાતીમા કાદરી અને આફરિન મુરાદે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં ટોચની ક્રમાંકિત પ્રથા પવારે સિદ્ધિ બલસારાને 3-1થી, જ્યારે ચોથા ક્રમાંકિત મૌબોની ચેટરજીએ સિદ્ધિ પટેલને 3-0થી હરાવ્યા હતા. સુરતની છઠ્ઠી ક્રમાંકિત ફિલઝાહ ફાતીમા કાદરીએ ત્રીજી ક્રમાંકિત રિયા જયસ્વાલને 3-1થી હરાવી અપસેટ સર્જ્યો હતો. આફરિન મુરાદે શૂચી પટેલને 3-1થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અંડર-15માં ક્વાર્ટર ફાઇનલિસ્ટ નક્કી
બોયઝ અંડર-15માં અનય બચાવત, અંશ ખમાર, ધ્રુવ બાંભણીયા, યોહાન ચૌધરી, અખિલ અચ્છા, પ્રિયાંશ અગ્રવાલ, નક્ષ પટેલ અને યુગ પ્રતાપ સિંહે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
ગર્લ્સ અંડર-15માં દાનિયા ગોદીલ, ખનક શાહ, ઝિનાલી પટેલ, કૃષ્ણા પટેલ ઉપરાંત તનિષા ડેપ્યુટી, નિયતી પાઠક, વિન્સી તન્ના અને ધિમહી કાબરાવાલા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે.
650 ખેલાડીઓએ લીધો ભાગ
આ ટુર્નામેન્ટમાં વિવિધ કેટેગરીમાં કુલ 650 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટાઇટલ સ્પોન્સર તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ હતી. સ્પર્ધામાં વિજેતાઓને કુલ રૂ. 2.90 લાખની ઇનામી રકમ ઉપરાંત ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તમામ પરિણામો
મેન્સ ફાઇનલ: જયનિલ મહેતા બીટ અભિલાષ રાવલ 4-1 (11-8, 4-11, 11-9, 11-6, 16-14).
અંડર-19 બોયઝ ફાઇનલ: જન્મેજય પટેલ બીટ અભિલાક્ષ પટેલ 4-3 (8-11, 9-11, 11-8, 11-4, 11-4, 10-12, 11-4).
અંડર-17 બોયઝ ફાઇનલ: માલવ પંચાલ બીટ વેદ પંચાલ 3-2 (13-11, 7-11, 9-11, 13-11, 14-12).
અંડર-15 બોયઝ પ્રિ-ક્વાર્ટર ફાઇનલ:
- નક્ષ પટેલ બીટ નીવ રાચ્છ 3-2 (8-11, 11-4, 11-9, 4-11, 11-4)
- યોહાન ચૌધરી બીટ ધૈર્ય કચ્છી 3-0 (11-8, 11-6, 11-8)
- અખિલ અચ્છા બીટ દક્ષ જેઠવા 3-1 (11-8, 4-11, 11-8, 11-9)
- અંશ ખમાર બીટ મૌલિક જયસ્વાલ 3-1 (11-13, 11-4, 12-10, 14-12)
- ધ્રુવ બાંભણીયા બીટ રેહાંશ સિંઘવી 3-1 (5-11, 11-7, 11-4, 11-7)
- પ્રિયાંશ અગ્રવાલ બીટ રાજવર માધવાણી 3-2 (10-12, 7-11, 11-7, 11-7, 11-9)
- યુગ પ્રતાપ સિંહ બીટ નૈરિત વૈદ્ય 3-2 (11-8, 3-11, 13-11, 3-11, 11-6)
- અનય બચાવત બીટ સક્ષમ ગણાત્રા 3-1 (11-5, 6-11, 17-15, 11-9)
અંડર-15 ગર્લ્સ પ્રિ-ક્વાર્ટર ફાઇનલ:
- દાનિયા ગોદીલ બીટ દ્રષ્ટિ ડાભી 3-0 (11-4, 11-3, 11-1)
- તનિષા ડેપ્યુટી બીટ સિદ્ધિ સિંઘવી 3-2 (11-8, 11-3, 9-11, 9-11, 11-8)
- નિયતી પાઠક બીટ મિશા લાખાણી 3-0 (11-7, 11-5, 11-4)
- કૃષ્ણા પટેલ બીટ ઝીલ ભાષાણી 3-0 (11-5, 11-6, 11-5)
- ઝિનાલી પટેલ બીટ નિત્યા ચોક્સી 3-1 (11-6, 11-9, 7-11, 11-9)
- વિન્સી તન્ના બીટ અરના તેતર 3-1 (8-11, 11-4, 11-6, 11-6)
- ધિમહી કાબરાવાલા બીટ દિવા પટેલ 3-1 (14-16, 11-8, 12-10, 11-6)
- ખનક શાહ બીટ દિક્ષિતા કૌર વાધવાણી 3-0 (11-7, 11-6, 12-10)
