મેન્સ ટાઇટલ જીતી જયનિલે અભિલાષની આગેકૂચ અટકાવી, અંડર-19માં જન્મેજય અજેય

જયનિલ મહેતાએ અભિલાષ રાવલને 4-1થી હરાવ્યો; જન્મેજય પટેલે સતત પાંચમું અંડર-19 ટાઇટલ જીત્યું સુરત તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલી ‘તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ’માં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં રાજકોટના બીજા ક્રમાંકિત જયનિલ મહેતાએ અમદાવાદના ટોચના ક્રમાંકિત અભિલાષ રાવલને 4-1થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ…

સુરત સ્ટેટ રેન્કિંગ ટીટીમાં સ્થાનિક પેડલર્સનો દબદબો, અયાઝ-પ્રતિક-હુસૈન સહિત ખેલાડીઓ મેઇન ડ્રોમાં

ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સુરતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, અંડર-19 બોયઝમાં પણ સ્થાનિક પ્રતિભાઓએ હાજરી નોંધાવી સુરત સુરતમાં ચાલી રહેલી તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાનિક ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ગુરુવારે યોજાયેલા ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સુરતના અયાઝ મુરાદ, પ્રતિક નારંગ અને હુસૈન ગોધરાવાલાએ પોતાના પ્રતિસ્પર્ધીઓને હરાવીને મેન્સ મેઇન ડ્રોમાં સ્થાન મેળવ્યું હતું. ત્રીજીથી…

સુરત ખાતે પાંચમી સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અમદાવાદના અભિલાષ અને પ્રથા ફેવરિટ

ચાર રેન્કિંગ ટુર્નામેન્ટમાં પાંચ ટાઇટલ જીતનારી અમદાવાદની જોડી પર નજર; 650 ખેલાડીઓ લેશે ભાગ સુરત સુરતની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટના ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી મોખરાના…

જામનગર સ્ટેટ ટેબલ ટેનિસમાં રોમાંચ: ટોચના સીડ્સ આગળ વધ્યા, અનેક અપસેટથી ટુર્નામેન્ટ બની રસપ્રદ

મેન્સ વિભાગમાં નુતાંશુ દાયમા, જલય મહેતા અને નિલય ઠક્કર બહાર; વિમેન્સમાં ટોચની તમામ આઠ સીડ્સે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી ગાંધીધામ: જામનગરના JMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ અને જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના આયોજનમાં રમાઈ રહેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલના મુકાબલાઓ બાદ ક્વાર્ટર ફાઇનલની તસવીર…