મેન્સ વિભાગમાં નુતાંશુ દાયમા, જલય મહેતા અને નિલય ઠક્કર બહાર; વિમેન્સમાં ટોચની તમામ આઠ સીડ્સે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી
ગાંધીધામ:
જામનગરના JMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ અને જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના આયોજનમાં રમાઈ રહેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલના મુકાબલાઓ બાદ ક્વાર્ટર ફાઇનલની તસવીર સ્પષ્ટ થઈ છે. મેન્સ વિભાગમાં અનેક ચોંકાવનારા અપસેટ જોવા મળ્યા, જ્યારે વિમેન્સ વિભાગમાં ટોચની તમામ સીડેડ ખેલાડીઓએ અપેક્ષા મુજબ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું.
મેન્સમાં અનસીડેડ ખેલાડીઓએ સર્જ્યા મોટા અપસેટ
મેન્સ સિંગલ્સમાં ત્રીજા સીડ જયનીલ મહેતા, સાતમા સીડ ધ્યેય જાની અને આઠમા સીડ જન્મેજય પટેલે જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે ચોથા સીડ નુતાંશુ દાયમા, પાંચમા સીડ જલય મહેતા અને છઠ્ઠા સીડ નિલય ઠક્કર પરાજય બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.
અમદાવાદના અનસીડેડ અભિલક્ષ પટેલે નુતાંશુ દાયમાને 3-1થી હરાવી સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. આર્ય કટારિયાએ પ્રથમ મદલાનીને અને દ્વિજ ભલોડિયાએ અયાઝ મુરાદને હરાવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ઉપરાંત 12મા સીડ સોહમ ભટ્ટાચાર્યએ બે ગેમ પાછળ હોવા છતાં શાનદાર વાપસી કરીને પાંચમા સીડ જલય મહેતાને હરાવ્યો હતો. સુરતના 11મા સીડ દેવર્ષ વાઘેલાએ નિલય ઠક્કરને સીધી ત્રણ ગેમમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
વિમેન્સમાં ટોચના ખેલાડીઓનો દબદબો
વિમેન્સ વિભાગમાં કોઈ મોટો ઉલટફેર જોવા મળ્યો નહોતો. ટોપ સીડ આફરીન મુરાદ, બીજા સીડ પ્રથા પવાર, ત્રીજા સીડ રિયા જયસ્વાલ, ચોથા સીડ મૌબોની ચેટર્જી, પાંચમા સીડ ચાર્મી ત્રિવેદી, છઠ્ઠા સીડ નમના જયસ્વાલ, સાતમા સીડ કૌષા ભૈરપુરે અને આઠમા સીડ ફિલ્ઝાહફાતેમા કાદરીએ પોતાના મુકાબલા જીતીને અંતિમ આઠમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.
અંડર-19માં પણ જોવા મળ્યા ચોંકાવનારા પરિણામો
અંડર-19 બોયઝ વિભાગમાં ટોપ સીડ જન્મેજય પટેલ અને બીજા સીડ હિમાંશ દહિયા સરળતાથી આગળ વધ્યા હતા. જોકે ત્રીજા સીડ દ્વિજ ભલોડિયા અને ચોથા સીડ વેદ પંચાલ પરાજય સાથે બહાર થયા હતા. આર્ય કટારિયાએ દ્વિજ ભલોડિયાને સીધી ગેમમાં હરાવ્યો હતો જ્યારે દેવ ભટ્ટે વેદ પંચાલને 3-1થી હરાવી અપસેટ નોંધાવ્યો હતો. અભિલક્ષ પટેલ પણ જીત સાથે આગળ વધ્યો હતો, જ્યારે માલવ પંચાલે વોકઓવર આપ્યો હતો અને યુગ પરમાર પણ પરાજય પામ્યો હતો.
અંડર-17માં દેવ ભટ્ટે ફરી દેખાડી કમાલ
અંડર-17 બોયઝમાં ટોપ સીડ દ્વિજ ભલોડિયા, બીજા સીડ માલવ પંચાલ અને ત્રીજા સીડ વેદ પંચાલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. પરંતુ ચોથા સીડ વંદન સુતરિયાને 13મા સીડ દેવ ભટ્ટે સીધી ગેમમાં હરાવી વધુ એક મોટો અપસેટ સર્જ્યો હતો. ધ્રુવ ભંભાણી અને ક્રિશય ભટ્ટે પણ જીત સાથે આગળ વધીને પોતાની દાવેદારી મજબૂત બનાવી હતી.
અંડર-13માં ટોચના તમામ સીડ્સ સફળ રહ્યા
અંડર-13 બોયઝ વિભાગમાં કોઈ મોટો ઉલટફેર જોવા મળ્યો નહોતો. ટોપ સીડ રેહાંશ સિંઘવી, બીજા સીડ નક્ષ પટેલ, ત્રીજા સીડ હેનિલ લાંગલિયા, ચોથા સીડ ધ્રુવ ભંભાણી, પાંચમા સીડ ઇસ્માઇલ ધુપલી, છઠ્ઠા સીડ દક્ષ જેઠવા, સાતમા સીડ શ્લોક દવે અને આઠમા સીડ મૌલિક જયસ્વાલે જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
તમામ પ્રી-ક્વાર્ટર ફાઇનલના પરિણામો
મેન્સ સિંગલ્સ
- દ્વિજ ભલોડિયા (અમદાવાદ) એ અયાઝ મુરાદ (સુરત) ને 3-2 (8-11, 11-5, 11-6, 7-11, 12-10) થી હરાવ્યા.
- અભિલક્ષ પટેલ (અમદાવાદ) એ નુતાંશુ દાયમા (4, સુરત) ને 3-1 (7-11, 11-5, 11-8, 11-9) થી હરાવ્યા.
- સોહમ ભટ્ટાચાર્ય (12, અમદાવાદ) એ જલય મહેતા (5, વડોદરા) ને 3-2 (12-14, 8-11, 11-5, 11-7, 11-7) થી હરાવ્યા.
- જન્મેજય પટેલ (8, અરવલ્લી) એ હર્ષવર્ધન પટેલ (અરવલ્લી) ને 3-1 (11-9, 9-11, 11-4, 11-2) થી હરાવ્યા.
- જયનીલ મહેતા (3, રાજકોટ) એ ઓમ જયસ્વાલ (ભાવનગર) ને 3-1 (11-13, 12-10, 11-1, 11-7) થી હરાવ્યા.
- દેવર્ષ વાઘેલા (11, સુરત) એ નિલય ઠક્કર (6, સુરત) ને 3-0 (11-3, 12-10, 13-11) થી હરાવ્યા.
- ધ્યેય જાની (7, અરવલ્લી) એ દેવ ભટ્ટ (રાજકોટ) ને 3-2 (15-17, 6-11, 11-6, 15-13, 11-3) થી હરાવ્યા.
- આર્ય કટારિયા (અમદાવાદ) એ પ્રથમ મદલાની (15, વડોદરા) ને 3-1 (11-9, 12-10, 13-15, 11-5) થી હરાવ્યા.
વિમેન્સ સિંગલ્સ
- આફરીન મુરાદ (1, સુરત) એ મનશા વાનખેડકર (16, વડોદરા) ને 3-0 (11-7, 11-7, 11-8) થી હરાવ્યા.
- ફિલ્ઝાહફાતેમા કાદરી (8, સુરત) એ સિદ્ધિ બલસારા (9, નવસારી) ને 3-0 (11-3, 11-6, 11-7) થી હરાવ્યા.
- ચાર્મી ત્રિવેદી (5, ભાવનગર) એ શુચિ પટેલ (12, ગાંધીનગર) ને 3-1 (11-7, 13-11, 6-11, 11-8) થી હરાવ્યા.
- મૌબોની ચેટર્જી (4, અમદાવાદ) એ મહેક સેઠ (13, વડોદરા) ને 3-1 (11-2, 11-5, 5-11, 19-17) થી હરાવ્યા.
- રિયા જયસ્વાલ (3, ભાવનગર) એ સિદ્ધિ પટેલ (14, અમદાવાદ) ને 3-0 (11-8, 11-3, 11-6) થી હરાવ્યા.
- નમના જયસ્વાલ (6, ભાવનગર) એ ભૂમિ બાંભણિયા (11, ભાવનગર) ને 3-1 (7-11, 11-3, 11-7, 11-5) થી હરાવ્યા.
- કૌષા ભૈરપુરે (7, અમદાવાદ) એ શિવાની ડોડિયા (10, ભાવનગર) ને 3-0 (11-8, 11-8, 11-8) થી હરાવ્યા.
- પ્રથા પવાર (2, અમદાવાદ) એ દિયા ગોધાણી (રાજકોટ) ને 3-0 (11-5, 11-4, 11-8) થી હરાવ્યા.
અંડર-19 બોયઝ
- જન્મેજય પટેલ (1, અરવલ્લી) એ યજ્ઞેશ પરમાર (જામનગર) ને 3-0 (11-8, 11-4, 11-9) થી હરાવ્યા.
- પવન કુમાર (8, સુરત) એ સક્ષમ ગણાત્રા (9, ભાવનગર) ને 3-1 (7-11, 11-2, 11-8, 12-6) થી હરાવ્યા.
- આર્ય કટારિયા (અમદાવાદ) એ દ્વિજ ભલોડિયા (3, અમદાવાદ) ને 3-0 (11-7, 11-9, 11-7) થી હરાવ્યા.
- દેવ ભટ્ટ (13, રાજકોટ) એ વેદ પંચાલ (4, વડોદરા) ને 3-1 (11-6, 9-11, 11-2, 11-8) થી હરાવ્યા.
- અભિલક્ષ પટેલ (5, અમદાવાદ) એ કહાન ગોહેલ (ભાવનગર) ને 3-0 (11-5, 11-7, 11-3) થી હરાવ્યા.
- દિવ્ય ભાવસાર (અમદાવાદ) ને માલવ પંચાલ (6, અમદાવાદ) સામે વોકઓવર (W/O) મળ્યો.
- અંશ ખમાર (10, અમદાવાદ) એ યુગ પરમાર (7, સુરત) ને 3-0 (11-8, 12-10, 11-5) થી હરાવ્યા.
- હિમાંશ દહિયા (2, અમદાવાદ) એ વંદન સુતરિયા (15, ભાવનગર) ને 3-1 (11-2, 9-11, 11-8, 11-8) થી હરાવ્યા.
અંડર-17 બોયઝ
- દ્વિજ ભલોડિયા (1, અમદાવાદ) એ તવિશ પટેલ (અમદાવાદ) ને 3-1 (9-11, 11-4, 11-6, 11-3) થી હરાવ્યા.
- ધ્રુવ ભંભાણી (9, કચ્છ) એ યજ્ઞેશ પરમાર (જામનગર) ને 3-2 (7-11, 11-6, 10-12, 12-10, 15-13) થી હરાવ્યા.
- ક્રિશય ભટ્ટ (12, ભાવનગર) એ સમર્થ ઢીમ્મર (નવસારી) ને 3-1 (13-11, 11-5, 8-11, 11-6) થી હરાવ્યા.
- દેવ ભટ્ટ (13, રાજકોટ) એ વંદન સુતરિયા (4, ભાવનગર) ને 3-0 (11-9, 11-8, 11-3) થી હરાવ્યા.
- વેદ પંચાલ (3, વડોદરા) એ પ્રહર્ષ વાળા (સુરત) ને 3-2 (11-4, 7-11, 9-11, 11-7, 11-2) થી હરાવ્યા.
- માલવ પંચાલ (2, અમદાવાદ) ને ધૈર્ય કડછી (15, વડોદરા) સામે વોકઓવર (W/O) મળ્યો.
- અંશ ખમાર (6, અમદાવાદ) એ અનય બછાવત (11, સુરત) ને 3-2 (12-10, 9-11, 7-11, 11-0, 11-8) થી હરાવ્યા.
- રિઆન શાહ (7, સુરત) એ સંજય મકવાણા (ભાવનગર) ને 3-0 (11-5, 11-9, 11-8) થી હરાવ્યા.
અંડર-13 બોયઝ
- નક્ષ પટેલ (2, અમદાવાદ) એ હર્ષિલ સરિયા (15, સુરત) ને 3-0 (11-5, 11-2, 11-3) થી હરાવ્યા.
- શ્લોક દવે (7, અમદાવાદ) એ અયાન અગ્રવાલ (10, સુરત) ને 3-1 (9-11, 11-8, 12-10, 11-6) થી હરાવ્યા.
- દક્ષ જેઠવા (6, સુરત) એ પાર્શ્વ શાહ (11, અમદાવાદ) ને 3-0 (11-4, 11-9, 11-4) થી હરાવ્યા.
- હેનિલ લાંગલિયા (3, ભાવનગર) એ રામ નાયક (અમદાવાદ) ને 3-0 (11-4, 11-3, 11-3) થી હરાવ્યા.
- ધ્રુવ ભંભાણી (4, કચ્છ) એ પનવ કેલ્લા (13, સુરત) ને 3-0 (11-4, 11-4, 11-6) થી હરાવ્યા.
- ઇસ્માઇલ ધુપલી (5, સુરત) એ વિવાન ધનકાની (સુરત) ને 3-0 (11-8, 11-9, 11-9) થી હરાવ્યા.
- મૌલિક જયસ્વાલ (8, ગાંધીનગર) એ હર્ષ વ્યાસ (9, પોરબંદર) ને 3-0 (11-5, 11-3, 11-9) થી હરાવ્યા.
- રેહાંશ સિંઘવી (1, કચ્છ) એ સાહસ મંગલ (16, અમદાવાદ) ને 3-0 (11-5, 11-5, 11-4) થી હરાવ્યા.
