પાંચમા દિવસે કેન્યા અને બાંગ્લાદેશનો શાનદાર વિજય
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં કેન્યાની મહિલાઓનો અજેય સિલસિલો યથાવત્, મલેશિયા અને કેનેડાની પણ ભવ્ય જીત અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ના પાંચમા દિવસે કેન્યા, મલેશિયા, બાંગ્લાદેશ અને કેનેડાની ટીમોએ શાનદાર વિજય નોંધાવ્યા હતા. કેન્યાની મહિલા ટીમે સ્કોટલેન્ડને 61-16થી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની અજેય કૂચ જાળવી રાખી હતી. મલેશિયાની મહિલાઓએ સિંગાપોરને…
