ગુજરાતમાં બોટ એમ્બ્યુલન્સ બની ‘દેવદૂત’: 8 વર્ષમાં માછીમારો સહિત 777 લોકોને તાત્કાલિક તબીબી સહાય અપાઈ

દરિયાની વચ્ચે પણ આરોગ્યસેવા પહોંચાડવાની વ્યવસ્થા મજબૂત; ઓખાની બોટ એમ્બ્યુલન્સે 720 અને પોરબંદરની બોટ એમ્બ્યુલન્સે 57 કટોકટીના કેસમાં આપી મદદ ગાંધીનગર: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ટાપુઓ પર રહેતા લોકો તેમજ મધદરિયે માછીમારી કરતા માછીમારો માટે બોટ એમ્બ્યુલન્સ સેવા જીવનરક્ષક સાબિત થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પણ કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય મળી…