હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિરમાં ગણેશજીની સ્થાપના

ગણેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ અને વડીલોએ ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાની આરાધના કરી અમદાવાદ શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના કેમ્પસમાં આવેલા દેવમંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપનાના ધાર્મિક કાર્યક્રમમાં હીરામણિ હૉસ્ટેલ તથા સાંધ્યજીવન કુટિરના ચીફ રેક્ટર જયંતીજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિભાવ સાથે…

હીરામણિ સાંધ્યજીવન કુટિર ભજનકાર મુકેશ ભટ્ટનો ભજનનો કાર્યક્રમ યોજાયો

તા.23-06-2025ને સોમવારે રાધાકૃષ્ણ મહિલા મંડળ – સાબરમતી, અમદાવાદ દ્વારા પ્રખ્યાત ભજનકાર મુકેશ ભટ્ટના ભજનનો કાર્યક્રમ  હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં રાખવામાં આવ્યો હતો. મુકેશ ભટ્ટના ભજનો સાંભળવા સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, સી.ઈ.ઓ ભગવત અમીન તથા વૃદ્ધાશ્રમના તમામ વડીલઓએ ઉપસ્થિત રહી ભજનનો આનંદ માણ્યો હતો.