હિમાચલ નેશનલ્સમાં બે ગુજરાતી વચ્ચેની ફાઇનલમાં માનવે હરમિતને હરાવ્યો
હિમાચલ પ્રદેશના કાંગરા ખાતે યોજાયેલી પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની મેન્સ ફાઇનલમાં બે ગુજરાતી વચ્ચે ટક્કર જામી હતી જેમાં ભારતના બીજા ક્રમના અને સુરતના માનવ ઠક્કરે તેના જ શહેરના અને મોખરાના ક્રમના ભારતીય (બંને પીએસપીબી) ખેલાડી હરમિત દેસાઈને 4-2થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. હરમિતે આક્રમક પ્રારંભ કરીને પ્રારંભિક ગેમ જીતી લીધી હતી…
