અમદાવાદની પાવી માલૂ એથ્લેટિક્સમાં ઝળહળી, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે

Spread the love

અમદાવાદ
અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ, શીલજની 12 વર્ષિય વિદ્યાર્થિની પાવી માલૂએ CISCE નોર્થ વેસ્ટર્ન રિજનલ એથ્લેટિક્સ મીટમાં 600 મીટરની સ્પર્ધામાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં સુરતની એક સ્પર્ધકે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે અમદાવાદની એક માત્ર સ્પર્ધક પાવી માલૂએ બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.  CISCE રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રદેશનું પ્રતિનિધિત્વ કરીને પાવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની તક મળી. શૈક્ષણિક અને એથ્લેટિક્સ બંનેમાં તેણીનું સમર્પણ, યુવા રમતવીરોને પ્રેરણા આપે છે. આ સિદ્ધિ તેણીની રમતગમતની સફરમાં સિમાચિન્હ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *