SCOની બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ ભારતનું પ્રતિનિધિત્વ કરશે , 19-20 ઓક્ટોબરે તાજિકિસ્તાનની મુલાકાતે જશે

દુશાંબેમાં યોજાનારી SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટની 25મી બેઠકમાં વેપાર, અર્થતંત્ર, રોકાણ અને કનેક્ટિવિટી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે નવી દિલ્હી: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ 19 અને 20 ઓક્ટોબર, 2026ના રોજ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેની મુલાકાત લેશે. અહીં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની કાઉન્સિલ ઓફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ (CHG)ની 25મી બેઠકમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે….

ભારતીય પ્રતિનિધિમંડળની ઇસ્લામાબાદ મુલાકાત: સંબંધોમાં સુધારો કે માત્ર નિયમિત પ્રક્રિયા?

ઈસ્લામાબાદ પાકિસ્તાનની અધ્યક્ષતામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO CHS 2026-27) અંતર્ગત સોમવારે ઇસ્લામાબાદમાં નેશનલ કોઓર્ડિનેટર્સની કાઉન્સિલની પ્રથમ બેઠક શરૂ થઈ છે. 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય બેઠકમાં ભારતનું પ્રતિનિધિમંડળ પણ ભાગ લઈ રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી પ્રથમ વખત કોઈ ભારતીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ…