હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ગુજરાતના યુવાનોને ડ્રગમુક્ત કરવા પરિવર્તન અભિયાન
અમદાવાદ વિશ્વ ગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજજીના શુભાશીષથી હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ૨૨ ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદના હરેકૃષ્ણ મંદિર ખાતે મેગા યુવા મહોત્સવ “પરિવર્તન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક પહેલ દ્વારા સમગ્ર રાજ્યના યુવાનોને પ્રેરણા આપવા, જોડવા અને સશક્ત બનાવવા માટે એક જીવંત પ્લેટફોર્મ બનાવવાનો છે. આ કાર્યક્મમાં રાજ્ય અને તેની બહારના 1000થી વધુ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાશે એવો એક અંદાજ છે. મંદિરની વેબસાઈટwww.harekrishnmandir.org ઉપર “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવની માહિતી મળી રહેશે. “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ કાર્યક્રમની વિગતો આપતાં હરેકૃષ્ણ મંદિર ભાડજ યુવા સંગઠનના હેડ શ્રી રાસપરાયણ પ્રભુએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુવાઓ આત્મહત્યા, મોબાઇલ એડીક્શન, વિવિધ વ્યસનો, માનસિક તણાવ, સામાજિક…
