DPS બોપલનો વિદ્યાર્થી નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ઝળક્યો
અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલ માટે ગર્વની ક્ષણ છે, તેના વિદ્યાર્થી દીપાંશુ ગુપ્તા એ તાજેતર માં પંજાબના મોહાલીમાં યોજાયેલી બીજી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ઓપન નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025 માં એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ જીત્યા. દેશભરના 700 સ્કેટર સામે સ્પર્ધા કરીને, ધોરણ 4 માં અભ્યાસ કરતા દીપાંશુ એ રિંક પર ઉમદા કૌશલ્ય, શિસ્ત અને નિર્ધાર દર્શાવીને જીત હાંસલ કરી.
