Category: राज्य
બિપરજોયમાં નુકશાન પેટે માગેલા 700 કરોડ કેન્દ્રએ રાજ્યને આપ્યા નથી
ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો, વિપક્ષના સવાલના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી ગાંધીનગરજૂન મહિનામાં બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ સહતિના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (આઈએમસીટી) ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી…
લાંબા અંતરની છ ટ્રેન રાજકોટ સુધી લંબાવવામાં આવી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આ લાંબા અંતરની ટ્રેનોની સુવિધા મળે તે માટે આ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી નવી દિલ્હી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચારા આવ્યા છે જેમાં લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ આપી હતી. સૌરાષ્ટ્રવાસીઓ માટે લાંબા અંતરની 6 ટ્રેનો લંબાવાઈ છે જેમાં…
સુરતમાં ડાયમંડ-જ્વેલર્સના ત્રણ ગ્રુપ પર આઈટીના દરોડા
ઈન્કટેક્સ દ્વારા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા સુરત સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે મોટુ સર્ચ ઓપરેશન હાથ ધરતા ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ પર દરોડા પાડતા જ્વેલર્સ નગરીમાં સન્નાટો છવાયો છે. ઈન્કટેક્સ દ્વારા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને…
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા પંકજ ચૌધરીનું રાજીનામું
મહેસાણાના વતની પંકજ ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, કારણ અંગે માહિતી સામે આવી નથી અમદાવાદગુજરાતમાં ભાજપ આગામી લોકસભાની ચૂંટણી માટે પુરજોષમાં તૈયારી કરી રહી છે ત્યારે હવે પ્રદેશ ભાજપના મંત્રી પદેથી પંકજ ચૌધરીએ રાજીનામુ આપી દીધુ છે. જો કે આ રાજીનામું ક્યા કારણોસર આપ્યું છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી તેમજ પંકજ…
પિંન્કી સોની વડોદરાના નવા મેયર, ડેપ્યુટી મેયર પદે ચિરાગ બારોટ
પક્ષના દંડક તરીકે નિયુક્ત કરવાની જાહેરાત બાકી રાખવામાં આવી વડોદરાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિત પાંચ હોદ્દા પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જે અંગેની જાહેરાત આજે સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રભારી ગોરધન ઝડફિયા અને શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે કોર્પોરેટરોની બેઠકમાં નામોની જાહેરાત કરી હતી. જેમાં આગામી અઢી વર્ષ મહિલા મેયરનો…
અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની પસંદગી
નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી, નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અમદાવાદઅમદાવાદ મહાનગરપાલિકાને આજે નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા છે. અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે અમદાવાદના નવા મેયરની આજે વરણી થઇ છે. શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત…
અમદાવાદમાં રહેતા જામવાળીઓના કુટુંબોનો સ્નેહમિલન યોજાયો
જામવાળીના દિકરા અને દિકરીઓના કુટુંબનું સ્નેહમિલન દર વર્ષે કરવાનું નક્કી કરાયું, આગામી વર્ષે કાર્યક્રમ કરવા માટે ખર્ચ કરતાં પણ વધારે ભંડોળ ભેગું થયું અમદાવાદઅમદાવાદમાં ગુજરાતના લગભગ તમામ ગામના લોકો રહે છે. તેઓ જન્માષ્ટમી અને નવા વર્ષની શરૂઆતમાં મળતાં હોય છે. કોઈ એક ગામના લોકો વર્ષમાં એક વખત મળે એવો ટ્રેન્ડ જોવા મળે છે. આવું જ…
આઈઆઈએમ બ્રિજ પાસે આંગડિયાના કર્મચારી પાસેથી 25 લાખની લૂંટ
બંટી-બબલીએ અકસ્માત કેમ કર્યો કહીને સીજી રોડથી 25 લાખ ભરેલી બેગ લઈને સિંધુભવન રોડ તરફ જતા કર્મીને અટકાવીને લૂંટી લીધો અમદાવાદશહેરમાં પોલીસ મોડી રાત સુધી પેટ્રોલિંગમાં હોવાની ગુલબાંગો ફૂંકાય છે. રાત્રિ ચેકિંગના નામે વાહન ચાલકો સામે કોરડો વિંઝાય છે પરંતુ ગુનાઓ અટકી શકે તેવી કોઈ કાર્યવાહી થતી નથી. શહેરમાં લૂંટના બનાવો વ્યાપક બની રહ્યાં છે….
દિલીપદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ
નૌતમ સ્વામીની હકાલ પટ્ટી બાદ અમદાવાદના જગન્નાથ મંદિરના મહંતને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ અમદાવાદઃસાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ વિવાદોનો અંત લાવવા આ ભીંતચિત્રોને હટાવી લેવામાં આવ્યા હતાં. વિવાદનું સુખદ સમાધાન આવ્યા બાદ પણ સનાતની સંતો હજી નારાજ જોવા મળી રહ્યાં છે. સંતો હજુ પણ આ…
ઈસ્કોન બ્રિજ અકસ્માત કરનારી જેગુઆર કારને કોર્ટે જામીન આપ્યા
તથ્ય પટેલ જે જેગુઆર કાર ચલાવતો હતો તેનો મુળ માલિક ક્રિશ વારીયા છે, અકસ્માત બાદ ગાડીને તપાસ એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી અમદાવાદશહેરના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલ હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. તેની સાથે તેનો પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જેલમાં છે. ત્યારે તથ્ય જે જેગુઆર કાર લઈને…
સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ નહીં લગાડવા સાધુ-સંતોની માગ
લીંબડીમાં સનાતન ધર્મના સાધુ-સંતોની આજે બેઠક મળી છે. જેમાં તેમની માગણીઓ પરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી અમદાવાદસાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગઈકાલે આ વિવાદોનો અંત લાવવા માટે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ ભીંતચિત્રોને 36 કલાકમાં ત્યાંથી હટાવવામાં આવશે. ગઈકાલે મોડી રાતે મંદિર…
પોલીસ વડાના આદેશને ઘોળીને પી જનારા 17 પોલીસ સામે પગલાંની શક્યતા
આ પોલીસ કર્મીઓમાં 4 પીએસઆઈ અને 13 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે અમદાવાદગુજરાતમાં હવે પોલીસકર્મીઓને વર્દી પહેરીને રિલ્સ બનાવવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. તે ઉપરાંત તેઓ વાહનોમાં પોલીસ લખેલી નેમ પ્લેટ રાખીને વીડિયો પણ નહીં બનાવી શકે. રાજ્યના પોલીસ વડા દ્વારા પરિપત્ર જાહેર કરીને આ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે પોલીસવડાના આદેશને…
મિતુલ ત્રિવેદીએ કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ બોગસ બનાવ્યાનો ખુલાસો
મિતુલે ઈસરોના 2 બોગસ એપોઇન્મેન્ટ લેટર બનાવ્યા હતા, ડૉક્ટર ઓફ ડિવિનીટી ઈન ક્વૉન્ટમ ફિઝીક્સનું બોગસ સર્ટી બનાવ્યું હતું સુરતચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો કરનારા ઈસરોના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની ધરપકડ બાદ વધુ ખુલાસા થઈ રહ્યાં છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા મિતુલ ત્રિવેદીની ધરપકડ કરાયા બાદ હવે તેણે કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યાનો ખુલાસો…
સુરતમાં કોમર્શિયલ લિફ્ટ તૂટતાં બે કામદારોનાં મોત
મધુનંદન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની અંદર કોમર્શિયલ લિફ્ટમાં માલ સામાન ચઢાવતી વખતે બનેલી ઘટનામાં મોત નીપજ્યાં સુરતસચીન જીઆઈડીસી વિસ્તારમાં છાસવારે દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સચિન જીઆઈડીસીમાં કોમર્શિયલ લિફ્ટ તૂટી પડતાં બે કામદારોના મોત નીપજ્યાં હતાં. માલ સામાન ચઢાવતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા હતાં. જેથી મૃતકના સ્વજનો અને સંબંધીઓ શોકમાં…
શહેરના 51 પીઆઈની એક સાથે બદલીથી પોલીસ તંત્રમાં સોંપો પડી ગયો
શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના આદેશથી એક જ સ્થાને ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટરોને વિદાય આપી દેવામાં આવી અમદાવાદશહેરમાં પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ તંત્રમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. એક સાથે 51 પોલીસ ઈન્સપેક્ટરોની બદલીથી સમગ્ર બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના આદેશથી એક જ સ્થાને…
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને 27 ટકા અનામત, એસસી-એસટીમાં ફેરફાર નહીં
રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં એસસી, એસટી, ઓબીસી માટે 50 ટકા અનામતની ભલામણ કરી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ શક્યતા અમદાવાદગાંધીનગરમાં દર બુધવારે યોજાતી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક આજે મળી છે. આવતીકાલે બુધવારે રક્ષાબંધનની રજા હોવાથી કેબિનેટની બેઠક આજે મળી છે. આજની બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં…
