ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા પંકજ ચૌધરીનું રાજીનામું

Spread the love

મહેસાણાના વતની પંકજ ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, કારણ અંગે માહિતી સામે આવી નથી


અમદાવાદ
ગુજરાતમાં ભાજપ આગામી લોકસભાની ચૂંટણી માટે પુરજોષમાં તૈયારી કરી રહી છે ત્યારે હવે પ્રદેશ ભાજપના મંત્રી પદેથી પંકજ ચૌધરીએ રાજીનામુ આપી દીધુ છે. જો કે આ રાજીનામું ક્યા કારણોસર આપ્યું છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી તેમજ પંકજ ચૌધરીએ પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ગુજરાત ભાજપના સગંઠનમાંથી એક પછી એક નેતાના રાજીનામાં લેવાયા છે ત્યારે આજે પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદ છોડ્યાના સામાચાર સામે આવ્યા છે. મહેસાણાના વતની પંકજ ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજ્યમાં પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વધુ એક સંગઠન નેતાએ રાજીનામુ આપતા અનેક તર્ક વિતર્ક સર્જયા છે. જો કે આ રાજીનામું આપ્યું છે કે તેની પાસેથી લઈ લેવાયું છે તેની પણ ચર્ચા ચાલી રહી છે તેમજ તમણે આ રાજીનામું એક મહિના પહેલા જ આપી દીધું હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. હજુ સુધી આ રાજીનામું ક્યા કારણોસર આપ્યું છે કે લેવાયું છે તે અંગે કોઈ માહિતી નથી. આ રાજીનામાં પર પંકજ ચૌધરીએ પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી. પંકજ ચૌધરીને યુવા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ હતી, તેઓ હવે આ જવાબદારીમાંથી પણ મુક્ત થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *