રવિવારને લીધે મિઝોરમનું પરિણામ 4 ડિસેમ્બરે જાહેર થશે

મિઝોરમની 40 સીટો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું નવી દિલ્હી પાંચ રાજ્યોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામની તારીખ બદલાઈ ગઈ છે. ચૂંટણી પંચે કહ્યું કે હવે મિઝોરમ વિધાનસભાની મતગણતરી રવિવાર (3 ડિસેમ્બર)ને બદલે સોમવારે (4…

મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં વરસાદની શક્યતા

હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે નવી દિલ્હી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ આજે પાંચ રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. તેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર કેરળમાં પણ વરસાદની સંભાવના છે. આ સાથે હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા…

તમિલનાડુના ઈડીના અધકારી 20 લાખની લાંચ લેતા ઝડપાયા

ડીવીએસીએ ડીંડીગુલ-મદુરાઈ હાઈવે પર આઠ કિલોમીટર સુધી કારનો પીછો કર્યા પછી ઈડી અધિકારીની ધરપકડ કરી મદુરાઈ તમિલનાડુમાં એક સરકારી અધિકારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે. તમિલનાડુના મદુરાઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો એક અધિકારી એક ડોક્ટર પાસેથી 20…

આઈએનએસ ટ્રિંકટની કમાન મહિલા અધિકારી સંભાળશે

નેવીના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે, ભારતીય નૌકાદળ ત્રણેય સેવાઓની એકતા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ નવી દિલ્હી ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સંખ્યા પણ એક હજારને વટાવી ગઈ છે….

શિયાળાની શરૂઆત સાથે દેશમાં કોરોનાએ માથું ઊંચક્યું, 88 કેસ

નવા દર્દીઓની સંખ્યા વધવાની સાથે જ દેશમાં હવે અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા વધીને 396 થઈ નવી દિલ્હી વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા વધારી દીધી છે….

રાજસ્થાન, મ.પ્ર, છત્તિસગઢ અને તેલંગણાની ચૂંટણીનું આજે પરિણામ

2024ની લોકસભાની ચૂંટણીને લઈને આ પરિણામો પર દરેક મોટા પક્ષની નજર, કોંગ્રેસ-ભાજપના શક્તિનું પરીક્ષણ થશે નવી દિલ્હી5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું 30 નવેમ્બરે મતદાન પૂર્ણ થયું હતું. અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં મતદાન પૂર્ણ થયા બાદ 30 નવેમ્બરે તેલંગાણાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ચાર રાજ્યોમાં મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન,છત્તીસગઢ અને તેલંગણામાં…

ક્લાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગ જરૂરીઃ મોદી

એ પણ સુનિશ્ચિત થવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ સામેની આ લડાઈમાં ગ્લોબલ સાઉથના દેશોના હિતોની સાથે કોઈ છેડછાડ ન થાયઃ વડાપ્રધાન દુબઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ સીપીઓ 28ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર છે અને…

બેંગલુરૂની 45 શાળાને બોમ્બથી ઊડાડવાની ધમકી, શાળાઓ ખાલી કરાવાઈ

પોલીસે શાળામાં વિસ્ફોટકોની તપાસ કરી હતી પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ વાંધાજનક પદાર્થ મળ્યો નથી બેગલુરૂ ભારતમાં આઈટી સેક્ટરના હબ ગણાતા બેંગલુરુ શહેરમાં એક-બે નહીં પણ 45 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઈલ મળ્યા હતા જેના કારણે આજે પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે તમામ શાળાઓમાં જઈને બાળકો અને સ્ટાફને બહાર કાઢ્યા હતા અને…

દેશમાં 10 વર્ષમાં 50 ટકા મહિલા મુખ્યમંત્રીનું કોંગ્રેસનું લક્ષ્યઃ રાહુલ

કોંગ્રેસ પાર્ટીમાં ઘણી મહિલાઓ છે, જેઓ એક શ્રેષ્ઠ મુખ્યમંત્રી બની શકે છેઃ કોંગ્રેસ નેતાનો દાવો એર્નાકુલમ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એર્નાકુલમની મુલાકાતે છે. રાહુલે અહીં ‘ઉત્સાહ’ મહિલા કોંગ્રેસ દ્વારા આયોજીત સંમેલન ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે સત્તામાં મહિલાઓનો અભાવ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે આપણી પાસે મહિલા મુખ્યમંત્રીઓનો અભાવ છે. આપણી…

સીબીએસઈએ 10-12માની બોર્ડની પરીક્ષામાં કોઈને ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં અપાય

ઓવરઓલ ડિવિઝન કે એગ્રીગેટ માર્ક્સ નહીં આપવાનો નિર્ણય, તમામ વિષયોમાં પ્રાપ્ત કુલ માર્ક્સનો યોગ નહીં અપાય નવી દિલ્હી સીબીએસઈ 10મા અને 12માના બોર્ડની પરીક્ષા 2024ની ડેટશીટ જાહેર થવાની રાહત જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. સીબીએસઈએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓમાં કોઈપણ વિદ્યાર્થીને કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં અપાય. સાથે જ ઓવરઓલ ડિવિઝન…

રાજસ્થાનમાં કોંગ્રેસને મધ્યપ્રેદશમાં ભાજપને નુકશાન

પાંચ રાજ્યોમાં ચૂંટણી બાદ વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલમાં ભાજપને રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસને તેલંગણામાં લાભના સંકેત, 3 ડિસેમ્બરે પરિણામ નવી દિલ્હી 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં મતદાન પૂર્ણ થયા બાદ આજે તેલંગાણાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ આવ્યા છે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ રાજ્યનો તાજ…

અજીત મોર્યને બે પત્ની, 9 બાળક અને છ ગર્લફ્રેન્ડ હતી

અજીત મોર્ય 29 નવેમ્બરે તે તેની પત્ની સાથે એક હોટેલમાં ડિનર કરી રહ્યો હતો અને વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી લખનઊ અહીંના એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસરની ગુનેગાર બનવાની વાત તમને વિચારતા કરી દેશે. આ માણસે એક-બે લોકોને નહીં પરંતુ 17 લોકોના પેટ ભરવાના હતા. 17માંથી બે તેની પત્નીઓ, 9…

PMGKAY યોજના હેઠળ વધુ 5 વર્ષ સુધી મફત રાશન મળશે

આગામી પાંચ વર્ષમાં આ યોજના પર આશરે રૂ. 11.8 લાખ કરોડનો ખર્ચ કરાશે, ખેતી માટે 2023 થી 2026માં 15000 મહિલાને ડ્રોન આપવા કેબિનેટનો નિર્ણય નવી દિલ્હી  કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજના વિતરણ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના ગરીબોની મદદ માટે કોરોના મહામારીના સમયે શરૂ કરવામાં આવી હતી….

ભારત ગૌરવ ટ્રેનમાં 80થી વધુ લોકો ફૂડપોઈઝનિંગનો શિકાર બન્યા

આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી, જે કાર્યક્રમ ગુજરાતના પાલિતાણા યાત્રાધામ સંબંધિતનો પ્રવાસ હતો પૂણે ભારત ગૌરવ સ્પેશીયલ ટ્રેનમાં લગભગ 80થી વધુ લોકો  ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ અંગે પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને ઘટનાની જાણકારી મળી હતી. આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી. જે કાર્યક્રમ…

દેશમાં જ લગ્નો યોજવા વડાપ્રધાનની લોકોને અપીલ

અલગ અલગ શહેરોમાં લગ્નના આંકડાઓ મુજબ થોડા જ દિવસોમાં 38 લાખ લગ્ન થશે, જેમાં ઓછામાં ઓછો 4.74 લાખ કરોડ રૂપિયાની ખર્ચ થશે નવી દિલ્હી પીએમ મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં ફરી એક વાર લોકલ પ્રોડ્કટસના વપરાશની વાત કરી છે. તેમને 107માં એપિસોડમાં ફરી એકવાર ‘વોકલ ફોર લોકલ’ની વાત કરતા કહ્યું હતું કે, આ સમય…

41 મજૂરોને બચાવવા સુરેન્દ્ર રાજપૂતે પુલી ટ્રોલી તૈયારી કરી

આ એજ વ્યક્તિ છે જેણે 2006 માં હરિયાણામાં બોરવેલમાં પડી ગયેલા બાળક પ્રિન્સનો જીવ બચાવ્યો હતો સિલ્કયારા ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલ 12 નવેમ્બરે વહેલી સવારે તૂટી પડતાં ફસાયેલા 41 મજૂરોને અંતે એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સૈન્ય, વિદેશી ટનલ નિષ્ણાતો સહિત અનેક એજન્સીઓની મદદથી 17 દિવસના અંતે બચાવી લેવાયા છે. આ જ…

તરનજિત સાથે ગેરવર્તણૂક કરનારા સામે પગલાંની માગ

તોફાનીઓ સામે કઠોર પગલાં લેવા માટે ઉક્ત ગુરુદ્વારાના વહીવટકારોને અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ અનુરોધ કર્યો વોશિંગ્ટન   અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ ગયા વીક એન્ડમાં ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતના રાજદૂત તરનજિત સિંઘ સંધુ સાથે કેટલાક શિખોએ કરેલી ગેરવર્તણુંકની ઉગ્ર ટીકા કરી હતી. સાથે તે તોફાનીઓ સામે કઠોર પગલાં લેવા માટે ઉક્ત ગુરુદ્વારાના વહીવટકારોને અનુરોધ કર્યો હતો. સોમવારે…

સાત વર્ષની પુત્રી પર દુષ્કર્મમાં મદદ કરનારી મહિલાના 40 વર્ષની કેદ

પોક્સો કાયદા હેઠળ મહિલાને આ સજા કરવામાં આવી,બળાત્કારી પુરુષે અગાઉ જ આત્મહત્યા કરી લીધી તિરુવનંતપુરમ   કેરળમાં એક માતાને પોતાની જ પુત્રીના બળાત્કારના કેસમાં ૪૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. મહિલાએ પોતાના પ્રેમીને પોતાની જ પુત્રી પર બળાત્કાર કરવાની છૂટ આપી હતી. જેથી બળાત્કારમાં મદદ કરવા બદલ પોક્સો કાયદા હેઠળ મહિલાને આ સજા કરવામાં…

રેલવે નિવૃત્તીના 3 દિવસ પહેલાં કર્મીની બદલી કરી

રેલવેના એક એન્જિનિયરની છત્તીસગઢનાં બિલાસપુરથી સીધી દિલ્હીમાં બદલી કરવાનો હુકમ જારી કરાયો નવી દિલ્હી   રેલવે મેનેજમેન્ટનો એક અજીબો ગરીબ હુકમ જાણવા મળ્યો છે. જેમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના એક એન્જિનિયરની નિવૃત્તિના ૩ દિવસ પૂર્વે છત્તીસગઢનાં બિલાસપુરથી સીધી દિલ્હીમાં બદલી કરવાનો હુકમ જારી કરાયો હોવાનું જાણવા મળ્યું છે. વાસ્તવમાં તે એન્જિનિયર નિવૃત્ત થવાના છે, તે…

ભારતમાંના યુએસ દૂતાવાસે રેકોર્ડ 1.40 લાખ છાત્રોને વિઝા જારી કર્યા

લગભગ 50 ટકા જેટલાં અમેરિકી દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ દ્વારા પહેલાં કરતાં વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર નિર્ણય લેવાયો વોશિંગ્ટન ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસ અને તેના કોન્સ્યુલેટ્સે ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 1.40 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં અમારા દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સે 140,000 થી વધુ વિદ્યાર્થીઓને વિઝા…