દેશના છ રાજ્યોમાં કરોનાના નવા વેરિયન્ટનો પગપેસરો, ત્રણનાં મોત

Spread the love

જેએન.1ના કેસમાં ઊછાળો, ગોવા-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં 69 દર્દી, કર્ણાટકમાં 34, મહારાષ્ટ્રમાં 9, ગોવમાં 14, કેરળમાં 6, તમિલનાડુમાં 4, તેલંગણામાં 2 કેસ

નવી દિલ્હી
દેશમાં એકતરફ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે, તો બીજીતરફ કોરોના વાયરસના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.1નો પગપેસારો થઈ ગયો છે, જેના કારણે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારો પણ ચિંતિત બની ગઈ છે. નવા વેરિયન્ટના રોજબરોજ કેસો વધી રહ્યા છે, સોમવારે પણ વધુ 69 કેસો સામે આવ્યા છે. જ્યારે રવિવારે 63 કેસો નોંધાયા હતા. મોટાભાગના સંક્રમિત દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ત્રણ લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કુલ સકારાત્મક કેસોની સંખ્યા વધીને 4170 પર પહોંચી છે. સૌથી વધુ કર્ણાટકમાં 34 કેસ, મહારાષ્ટ્રમાં 9, ગોવમાં 14, કેરળમાં 6, તમિલનાડુમાં 4 અને તેલંગણામાં 2 કેસ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 293 દર્દીઓ સાજા થયા છે. મળતી માહિતી મુજબ દેશમાં કોવિડના સબ વેરિયન્ટ જેએન.1ના કુલ 66 દર્દીઓ છે. નવા સબ વેરિયન્ટના સૌથી વધુ કેસો ગોવામાં સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગણામાં પણ કેસો નોંધાયા છે.
દેશમાં સતત કોરોના કેસો વધી રહ્યા છે. જોકે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના પૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ.સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, હાલ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે, લોકો ખુલ્લા વાતાવરણમાં રહે અને માસ્ક વગર નાદુસ્ત લોકોને મળવાનું ટાળે.
દેશમાં જેએન.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (ઓમિક્રોન)નો સબ-વેરિયન્ટ બીએ.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ બીએ.2.86 જ હતો. બીએ.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, બીએ.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ જેએન.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, જેએન.1 ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (CDC)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *