બીચ સોકર સેમી ફાઇનલમાં અરુણાચલ પ્રદેશ પર 6-3 થી વિજયની  સાથે ગુજરાત ફાઇનલમાં

Spread the love

દીવ

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2026 બીચ સોકરની  સેમી ફાઇનલમાં ગુજરાતનો મુકાબલો અરુણાચલ પ્રેદેશ સાથે હતો. ગુજરાતે જોરદાર રમત દ્વારા અરુણાચલ પ્રદેશ ને 6-3 થી હરાવી ને ફાઇનલ માં પ્રવેશ કર્યો છે. ગુજરાત  તરફથી ભૂમિષા દ્રવિડે 3 અને ગુંડિયા ગુડ્ડીએ 3 ગોલ કર્યા હતા. અરુણાચલ પ્રદેશની કેપ્ટન ગિયાની રમચિંગ દ્વારા પણ 3 ગોલ કરાય હતા.  

ગુજરાતની ટીમ આ પ્રમાણે છે. રીયા જેઠવા અને પાયલ લોહ (ગોલ કીપર), ઓડેદરા શાંતિ, ભાવના ઠાકોર, અંજલિ વણકર, સબનમબાનુ રાઠોડ, ગુંડિયા ગુડ્ડી (ડિફેન્સ) સિંધી મિસ્બાબાનું, ભારતી ઠાકોર, અંજના ઠાકોર (મીડ ફિલ્ડર )  ભૂમિષા દ્રવિડ અને મમતા ઠાકોર (સ્ટ્રાઈકર) ટીમ સાથે કોચ ભાગ્યવંતી રાવત મેનેજર  ઘઢા પૂમન અને ફિજીયો ડો. દેવાંશી વ્યાશ છે.

બીજા સેમીફાઈનલ મેચ ઓડીસા અને હિમાચલપ્રદેશ વચ્ચે રમાયેલ તેમાં ઓડીસા ની ટીમ 7-0 થી મેચ માં વિજયી થઈ હતી હવે ફાઇનલ મેચ ગુજરાત અને ઓડીસા ની ટીમો વચ્ચે રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *