બીચ સોકર સેમી ફાઇનલમાં અરુણાચલ પ્રદેશ પર 6-3 થી વિજયની સાથે ગુજરાત ફાઇનલમાં
દીવ ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2026 બીચ સોકરની સેમી ફાઇનલમાં ગુજરાતનો મુકાબલો અરુણાચલ પ્રેદેશ સાથે હતો. ગુજરાતે જોરદાર રમત દ્વારા અરુણાચલ પ્રદેશ ને 6-3 થી હરાવી ને ફાઇનલ માં પ્રવેશ કર્યો છે. ગુજરાત તરફથી ભૂમિષા દ્રવિડે 3 અને ગુંડિયા ગુડ્ડીએ 3 ગોલ કર્યા હતા. અરુણાચલ પ્રદેશની કેપ્ટન ગિયાની રમચિંગ દ્વારા પણ 3 ગોલ કરાય હતા….
