અમદાવાદ
SAFF વુમન્સ ફૂટસલ ચેમ્પિયનશિપ 2026માં રમવા જઈ રહેલી ઇંડિયન વુમન્સ ફૂટસલ ટીમમાં ગુજરાતની 3 ખેલાડીનો સમાવેશ કરાયો છે. તન્વી માવાણી (ગોલ કીપર), રાધિકા પટેલ (ફીકસો) અને ખુશ્બુ સરોજ (પીવોટ) તરીકે ટીમમાં રમશે.
SAFF વુમન્સ ફૂટસલ ચેમ્પિયનશિપ 2026,નાી મેચ નોન્થાબૂરી, થાઈલેન્ડમાં 13 થી 26 જાન્યુઆરી દરમિયાન રમવાનાી છે.
ઇંડિયન ટીમનાી મેચ 13 જાન્યુઆરીએ માલદીવ સાથે, 15 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સાથે, 17 જાન્યુઆરીએ નેપાલ સાથે, 19 જાન્યુઆરીએ પાકિસ્તાન સાથે, 23 જાન્યુઆરીએ ભૂટાન સાથે અને 25 જાન્યુઆરીએ શ્રીલંકા સાથે રમાવાનાી છે.
