21મીથી નેશનલ ડેફ એથલેટિક્સ-સ્વિમિંગ ચેમ્પિનશીપ યોજાશે, ગુજરાતનાં 85 ખેલાડીઓ ભાગ લેશે

અમદાવાદ ઓલ ઈન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ડેફ દ્વારા આયોજિત અને ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ડેફ દ્વારા સંચાલિત, 10મી રાષ્ટ્રીય બહેરા જુનિયર-સબ જુનિયર અને 27મી રાષ્ટ્રીય બહેરા સિનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ (એથ્લેટિક્સ અને સ્વિમિંગ) 21 થી 23 માર્ચ 2026 દરમિયાન અમદાવાદમાં યોજાશે. આ ચેમ્પિયનશિપ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને સરદાર પટેલ સ્વિમિંગ પૂલ સ્ટેડિયમ ખાતે યોજાશે….

પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો જવાબ નવી દિલ્હી કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના…

ઇંડિયન વુમન્સ ફૂટસલ ટીમમાં  ગુજરાતની 3 ખેલાડીનો સમાવેશ  

અમદાવાદ SAFF વુમન્સ ફૂટસલ ચેમ્પિયનશિપ 2026માં રમવા જઈ રહેલી ઇંડિયન વુમન્સ ફૂટસલ ટીમમાં ગુજરાતની 3 ખેલાડીનો સમાવેશ કરાયો છે. તન્વી માવાણી (ગોલ કીપર), રાધિકા પટેલ (ફીકસો) અને ખુશ્બુ સરોજ (પીવોટ) તરીકે ટીમમાં રમશે. SAFF વુમન્સ ફૂટસલ ચેમ્પિયનશિપ 2026,નાી મેચ નોન્થાબૂરી, થાઈલેન્ડમાં 13 થી 26 જાન્યુઆરી દરમિયાન રમવાનાી છે. ઇંડિયન ટીમનાી મેચ 13 જાન્યુઆરીએ માલદીવ સાથે,…

ગુજરાતના આદિવાસી કબડ્ડી ખેલાડીઓ વિશાખાપટ્ટનમમાં પેસા (PESA) મહોત્સવ ખાતે રાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમમાં ભાગ લેશે

વિશાખાપટ્ટનમ મધુપુર-જાંબુર ગ્રામ પંચાયત, તાલુકો તાલાલા, જિલ્લો ગીર સોમનાથ, ગુજરાતના યુવા કબડ્ડી ખેલાડીઓ વિશાખાપટ્ટનમના ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત પેસા મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે. આ ખેલાડીઓ સીદી આદિવાસી સમુદાયના છે, જે ગુજરાતના ગીરના જંગલ વિસ્તારમાં રહેતી આફ્રિકન મૂળની અનુસૂચિત જનજાતિ છે. ભાગ લેનારા યુવાનોએ મોટાભાગે જાંબુર ગામ અને તેની આસપાસના ગામડાઓના માટીના મેદાનમાં…

કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫માં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓ ચમક્યા

અમદાવાદતાજેતરમાં મલેશિયાના કુઆલાલંપુર ખાતે “કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫” યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. અંડર-૧૪ ગર્લ્સ કેટેગરીમાં, અદિત્રી શોમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તે અપરાજિત રહી અને ૮.૫ પોઈન્ટ મેળવ્યા જેનાથી તેણી ગોલ્ડ મેડલ સાથે બોર્ડમાં ટોચ પર રહી. અંડર-૧૮ ગર્લ્સ કેટેગરીમાં, સિયા સાગરે પણ શાનદાર પ્રદર્શન…

ઝિબ્રાલ્ટરમાં યોજાનારા જૂનિયર ડાર્ટ વર્લ્ડ કપ માટે ગુજરાતના ત્રણ ખેલાડીની પસંદગી

યૂરોપની લોકપ્રિય ડાર્ટ ગેમને ગુજરાતની સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલોમાં લોકપ્રિય બનાવાશે આગામી ચાર મહિનામાં અમદાવાદમાં નેશનલ ડાર્ટ ચેમ્પિયનશિપ યોજાશે તેવી સંભાવના અમદાવાદ ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત બનેલું ગુજરાત રાજ્ય હવે વિવિધ રમતો માટે સ્પોર્ટ્સ હબ બની રહ્યું છે અને સમયાંતરે વિવિધ રમતોના આયોજન થઇ રહ્યા છે અને કન્ડિશનિંગ કેમ્પ પણ યોજાઇ રહ્યા છે. ટાર્ગેટ સ્પોર્ટ્સ શૂટિંગ…

ઈન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખપદે સહદેવ યાદવ, ગુજરાતના મયુર પટેલ એક્ઝીક્યુટિવ મેમ્બર

અમદાવાદ અમદાવાદમાં યોજાયેલી ઈન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનના હોદ્દેદારોની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના સહદેવ યાદવ 3 ઓક્ટોબર 2025થી બીજી ઓક્ટોબર 2029ની મુદત માટે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ઉપપ્રમુખ તરીકે પ.બંગાળના ચંદન રોય ચૌધરી અને આંધ્રપ્રદેશના એન. લક્ષ્મી, સેક્રેટરી જનરલ તરીકે કર્ણાટકના એસ.એચ. આનંદી ગોવડા, ટ્રેઝરર તરીકે હિમાચલ પ્રદેશના પ્રદીપ શર્મા, જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉત્તર પ્રદેશના સબીના યાદવ…

ઇટલીમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડી વિજેતા બની

મહેસાણાના આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલ ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું આશાબેન ઠાકોર અને પિન્કલ ચૌહાણ છેલ્લાં 15 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભમાં કરી રહ્યા છે ઉત્કૃષ્ટ પ્રદર્શન ગાંધીનગર ઇટલીના તુરીનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. મહેસાણાના આશાબેન ઠાકોર…

2036માં ઓલિમ્પિકના યજમાનપદનું લક્ષ્ય, ઓલિમ્પિકમાં ગયેલા ગુજરાતના પાંચ ખેલાડીને વધારાના 10-10 લાખની રાજ્ય સરકારની સહાય

રાજ્યના રાજ્યના સ્પોટર્સ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર મેગા ઈવેન્ટના આયોજનના અભ્યાસ માટે પેરિસ જશે ગાંધીનગર પેરિસ ઓલિમ્પિકની 16 રમતોમાં ભાગ લેનારા દેશના 117 ખેલાડીઓમાંના ગુજરાતના પાંચ ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા 10-10 લાખની વધારાની સહાય આપવામાં આવી છે. શુક્રવારે શાનદાર ઉદ્ઘાટન સમારોહ સાથે શરૂ થયેલી સમર ઓલિમ્પિક ગેમ્સ 11 ઓગસ્ટે પૂરી થશે….