ગુજરાતના ત્રણ યુવા ક્રિકેટરોને ભારતીય અંડર-19 ટીમમાં સ્થાન

Spread the love

ગૌરી ગોયલ, કાવ્યા પટેલ અને કુશ પટેલની પસંદગીથી ગુજરાત ક્રિકેટને ગૌરવની ક્ષણ, શ્રીલંકા સામેની શ્રેણીમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ

એસવીએન, અમદાવાદ

ગુજરાત ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના ત્રણ પ્રતિભાશાળી યુવા ખેલાડીઓની ભારતીય અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે. મહિલા અંડર-19 ટીમમાં ગૌરી ગોયલને સ્થાન મળ્યું છે, જ્યારે પુરુષ અંડર-19 ટીમમાં કાવ્યા પટેલ અને કુશ પટેલની પસંદગી કરવામાં આવી છે. ત્રણેય ખેલાડીઓ આગામી શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ગૌરી ગોયલ મહિલા અંડર-19 ટીમમાં

ગુજરાત ક્રિકેટ એસોસિયેશને ગૌરી ગોયલની ભારતીય મહિલા અંડર-19 ટીમમાં પસંદગી બદલ અભિનંદન પાઠવ્યા છે. ગૌરી આગામી IDFC FIRST Bank શ્રીલંકા મહિલા અંડર-19 ભારત પ્રવાસ માટે ભારતીય ટીમનો ભાગ બનશે. આ પ્રવાસ દરમિયાન ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચ રમાશે.

કાવ્યા અને કુશ પટેલને પણ મળી મોટી તક

ભારતીય પુરુષ અંડર-19 ટીમમાં ગુજરાતના કાવ્યા પટેલ અને કુશ પટેલને પણ સ્થાન મળ્યું છે. કાવ્યા પટેલની પસંદગી વન-ડે તેમજ મલ્ટી-ડે બંને ફોર્મેટ માટે કરવામાં આવી છે, જ્યારે કુશ પટેલ મલ્ટી-ડે ટીમનો ભાગ રહેશે.

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ત્રણ વન-ડે અને બે મલ્ટી-ડે મેચ રમશે. આ શ્રેણી યુવા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની મહત્વપૂર્ણ તક બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *