અમદાવાદ
અમદાવાદમાં યોજાયેલી ઈન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનના હોદ્દેદારોની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના સહદેવ યાદવ 3 ઓક્ટોબર 2025થી બીજી ઓક્ટોબર 2029ની મુદત માટે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ઉપપ્રમુખ તરીકે પ.બંગાળના ચંદન રોય ચૌધરી અને આંધ્રપ્રદેશના એન. લક્ષ્મી, સેક્રેટરી જનરલ તરીકે કર્ણાટકના એસ.એચ. આનંદી ગોવડા, ટ્રેઝરર તરીકે હિમાચલ પ્રદેશના પ્રદીપ શર્મા, જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉત્તર પ્રદેશના સબીના યાદવ અને કેરળના ચિત્રા ચંદ્રમોહન, એક્ઝીક્યુટિવ મેમબર્સ તરીકે તેલંગણાના એમ. શ્રૃતી, ગુજરાતના મયુર પટેલ, મહારાષ્ટ્રના સુધીર મહાલસકર, બિહારના શિપ્રા સોની અને મિઝોરમના માલસ્વામ ખિંગેટ ચૂંટાઈ આવ્યા હતા.
