GSL: તાપ્તિ ટાઇગર્સ, ટોપનોચ એચિવર્સ અને મલ્ટિમેટ માર્વેલ્સનો વિજયી પ્રારંભ

Spread the love

અમદાવાદ

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)નો સોમવારે અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ઉત્સાહભર્યા વાતાવરણમાં પ્રારંભ થયો હતો.

પ્રારંભિક દિવસના પ્રથમ સત્રમાં વર્તમાન ચેમ્પિયન તાપ્તિ ટાઇગર્સ, ટોપનોચ એચિવર્સ અને મલ્ટિમેટ માર્વેલ્સે અનુક્રમે ભાયાણી સ્ટાર્સ, કટારિયા સ્ટાર્સ અને શામલ સ્કવોડની ટીમને હરાવી હતી.
લીગના સૌથી વયસ્ક ખેલાડી એન્થની અમલરાજ (તાપ્તિ) આકર્ષણરૂપ રહ્યા હતા. 39 વર્ષીય ભૂતપૂર્વ ભારતીય નંબર વન ખેલાડીએ તેમની ત્રણેય મેચ જીતીને વર્તમાન ચેમ્પિયન તાપ્તિને ભાયાણી સ્ટાર્સ સામે 143-134તી વિજય અપાવ્યો હતો.

કટારિયાના અને ગુજરાતના ભૂતપૂર્વ નંબર વન ખેલાડી ધૈર્ય પરમારે ભારતના ચોથા ક્રમના પાયસ જૈન (ટોપનોચ) સામે રમીને અપસેટ સર્જ્યો હતો. તેણે 10-10 પોઇન્ટથી મેચ જીતી લીધી હતી. જોકે પાયસે તેની રમત પર ટૂંક સમયમાં જ અંકુશ મેળવીને કિંગ્સ સામે તેની ટીમને 144-127થી વિજય અપાવ્યો હતો.

મલ્ટિમેટ માર્વેલ્સના સુકાની અને ઓલિમ્પિયન હરમિત દેસાઈ શાનલ સ્કોવોડ સામે તેની ટીમને 141-124થી વિજય અપાવ્યો હતો.

આ પ્રસંગે જીએસટીટીએના ચીફ પેટ્રન વિપુલ મિત્રા (નિવૃત્ત આઇએએસ)ની હાજરીમાં ઉદઘાટન સમારંભ યોજાયો હતો. જેમાં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TTFI)ના મહામંત્રી કમલેશ મહેતા, રમેશ મેરજા (નિવૃત્ત આઇએએસ અને ગુજરાત પવિત્ર યાત્રાધામના સદસ્ય સચિવ), જીએસએલ ગવર્નિંગ કાઉન્સલના ચેરમેન કાંતિ ભુવા, એસોસિયેશનના સેક્રેટરી હરિ પિલ્લાઈ, એસોસિયેશનના વર્કિંગ પ્રેસિડેન્ટ કુશલ સંગતાણી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *