મુંબઈ
‘હનુમાન અંશની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધાર્મિક અને ભક્તિસભર ફિલ્મો માટે એક નવો રાહ ખોલી નાખ્યો છે. અગાઉ લાલો – કૃષ્ણ સદા સહાયતે ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો હતો. આ ફિલ્મોની સફળતા પછી હવે નિર્માતાઓનું ધ્યાન પૌરાણિક અને આધ્યાત્મિક વિષયો તરફ વળ્યું છે, જેના પરિણામે આગામી સમયમાં ઘણી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં દસ્તક દેવા જઈ રહી છે.
‘લાલો’ થી શરૂ થયેલી સફર ‘હનુમાન અંશ’ સુધી પહોંચી
માત્ર 3 કરોડ રૂપિયાથી ઓછા બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ શરૂઆતમાં અજાણ રહી હતી, પરંતુ માઉથ પબ્લિસિટી અને દર્શકોના પ્રેમથી આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે વર્ષ 2026ની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ ‘ધૂરંધરઃ ધ રિવેન્જને પણ પાછળ છોડી દીધી છે. આ અગાઉ ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેએ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરી ઇતિહાસ રચ્યો હતો. હવે આ ફિલ્મના તેલુગુ રીમેકની ચર્ચા છે, જેમાં અલ્લુ અર્જુન, વિજય દેવરકોંડા અને રામ ચરણ જેવા દિગ્ગજોના નામ ચર્ચામાં છે.
બોલિવૂડમાં આગામી ધાર્મિક અને પૌરાણિક ફિલ્મો
- તેરા સાઈં (Tera Sai): સંજય મિશ્રા સાઈબાબાના રોલમાં નજરે પડશે. પલાશ મુચ્છલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હિન્દી, મરાઠી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં 5 ફેબ્રુઆરી, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં સયાજી શિંદે, મનોજ જોશી અને અવિકા ગોર પણ મુખ્ય ભૂમિકામાં છે.
- શ્રી ખાટુ શ્યામ જી પર ફિલ્મ: હારે કા સહારા, બાબા ખાટુ શ્યામ હમારા નામથી બાબા ખાটু શ્યામની ભક્તિ અને આસ્થા પર આધારિત ફિલ્મ વર્ષ 2027માં રિલીઝ થવાની જાહેરાત થઈ ચૂકી છે.
- રાધા-કૃષ્ણ અને રામાયણ: કરણ જોહરે રાધા અને કૃષ્ણની પ્રેમકથા પર ફિલ્મ બનાવવાની પુષ્ટિ કરી છે. આ સાથે રણબીર કપૂરની ‘રામાયણમ અને ‘મહાવતાર પરશુરામ’ જેવી ફિલ્મો પણ પાઈપલાઈનમાં છે.
ધાર્મિક ફિલ્મોની આ લહેર સાબિત કરે છે કે ભારતીય દર્શકો હવે પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલી કહાનીઓને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે.
