લિકર કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ મનીષ સિસોદિયાના જામીન ફગાવ્યા

નવી દિલ્હીદિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. લીકર કૌભાંડ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. આપે કહ્યું કે આ નિર્ણય સામે મનીષ સિસોદિયા સુપ્રીમ કોર્ટમાં જશેદિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સિસોદિયા પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે. આ મામલે તેમનું વર્તન પણ યોગ્ય રહ્યું નથી. તે…

ઝારખંડમાં ઈડીના કોંગ્રેસના ધારાસભ્ય સહિત 12 સ્થળે દરોડા

રાંચીઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રદીપ યાદવના ઘર સહિત રાજ્યમાં 12 સ્થળો પર દરોડા પાડ્યા છે. આજે સવારે જ ઈડીની ટીમે એક સાથે આ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઝારખંડમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવેલા 12 સ્થળોમાં ધારાસભ્ય પ્રદીપ યાદવ અને ચેશાયર હોમ રોડમાં રહેતા બિલ્ડર શિવકુમારનો પણ…

એર ન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરનો ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર

નવી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરી એકવાર ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 29 મેના રોજ અમારી ફ્લાઈટ એઆઈ882માં એક મુસાફરે ગેરવર્તન કર્યું હતુ. આરોપી પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી તેમાંથી એક પર હુમલો પણ કર્યો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ…

દિલ્હીમાં પાર્ટીમાં ઝઘડો થતાં મહિલાએ અન્ય મહિલા પર ચાકૂ હુલાવતાં મોત

નવી દિલ્હીદિલ્હીના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં એક ઘરમાંથી 35 વર્ષીય મહિલાની લોહીથી લથપથ લાશ મળી આવી છે. મૃતક મહિલાની ઓળખ સાલીની રાની તરીકે થઈ છે. મહિલા દિલ્હીના સફદરજંગ વિસ્તારની રહેવાસી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સપના નામની મહિલાએ સવારે 7 વાગે પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. સપનાએ…

વિદેશમાં મળેલું સન્માન મારું નહીં 140 કરોડ ભારતીયોનુંઃ મોદી

નવી દિલ્હીજાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂરો કરીને ગુરુવારે વહેલી સવારે દિલ્હી પરત આવી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાલમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી પીએમ મોદીએ એરપોર્ટ નજીક તેમનું સ્વાગત કરવા આવેલા બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.તેમણે કહ્યું, આજે જે લોકો અહીં હાજર છે તે મોદીજીને પ્રેમ કરનારા લોકો…

એનઆઈએની ટીમ નીતિન ગડકરી પાસેથી ખંડણી મામલે તપાસ માટે નાગપુરમાં ધામા નાખશે

નવી દિલ્હીકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ધમકીના મામલાની તપાસ કરવા એનઆઈએની ટીમ આજે નાગપુર જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએની ટીમ પોલીસ પાસેથી કેસ સંબંધિત તમામ દસ્તાવેજો લીધા બાદ તેની તપાસ શરૂ કરશે.નીતિન ગડકરીને જાન્યુઆરી અને માર્ચમાં 110 કરોડની ખંડણીની ધમકીઓ મળી હતી. નાગપુર પોલીસે તેની તપાસમાં ખુલાસો કર્યો હતો કે આ કેસમાં પકડાયેલ આરોપી આતંકવાદી સંગઠન…

દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલના બાથરૂમમાં પડી ગયા

નવી દિલ્હીદિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સત્યેન્દ્ર જૈન તિહાર જેલના બાથરૂમમાં ચક્કર આવવાને કારણે પડી ગયા હતા. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા.દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને આજે ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબિયત ખરાબ હોવાની ફરિયાદો મળ્યા…

નવા સંસદ ભવનના ઉદ્ગાટનમાં આંધ્ર-ઓડિશાના મુખ્યપ્રધાન હાજર રહેશે

નવી દિલ્હીઆંધ્ર પ્રદેશના શાસક વાયએસઆરસીપીના વડા અને રાજ્યના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ ગઈકાલે પુષ્ટિ કરી હતી કે તેમની પાર્ટી 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં હાજરી આપશે. જો કે તેલુગુ દેશમ પાર્ટીએ હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી.આ પહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળે પણ આ કાર્યક્રમમાં ભાગ…

જયરામ રમેશે કહ્યું, અશોક ધ ગ્રેટ, અકબર ધ ગ્રેટ અને મોદી ધ ઈનોગ્રેટ

નવી દિલ્હીકોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી જયરામ રમેશે નવા સંસદ ભવનના ઉદઘાટન અંગે પીએમ મોદી સામે આકરા પ્રહાર કર્યા હતા. જયરામ રમેશે કહ્યું કે એક વ્યક્તિના અહંકાર અને આત્મપ્રચારની ઈચ્છા જ છે જેણે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને બંધારણીય વિશેષાધિકારથી વંચિત કર્યા છે. તેમણે પીએમ પર કટાક્ષ કરતા તેમને મોદી ધ ગ્રેટ ઈનોગ્રેટ(ઉદઘાટન) કહ્યા હતા.કોંગ્રેસ નેતા…

વિજ્ઞાનની ઉત્પત્તિ વેદોમાંથી થઈ, પશ્ચિમના વૈજ્ઞાનિકોએ પોતાના નામે પ્રચાર કર્યોઃ એસ. સોમનાથ

ઉજૈનઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે, વિજ્ઞાનની ઉત્પત્તિ વેદો માંથી થઇ છે, પરંતુ આ જ્ઞાન અરેબિયાના માધ્યમથી પશ્ચિમી દેશોમાં પહોંચ્યું અને ત્યાંના વૈજ્ઞાનિકોએ પોતાના નામે તેનો પ્રચાર કર્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, બીજગણિત, વર્ગમૂળ, સમયની ગણતરી, આર્કિટેક્ચર, બ્રહ્માંડનો આકાર, ધાતુશાસ્ત્ર અને ઉડ્ડયન જેવી વૈજ્ઞાનિક પદ્ધતીઓનો વેદોમાં પ્રથમ ઉલ્લેખ જોવા મળે…

દહેરાદૂન-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મોદીએ લીલી ઝંડી બતાવી

નવી દિલ્હીઆજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડને મોટી ભેટ આપી છે. રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર વર્ચ્યુઅલ માધ્યમથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 28 મેથી દહેરાદૂન અને દિલ્હી વચ્ચે નિયમિતપણે દોડવાની છે. આ…

ભગવાન મહાકાલના નામે ઈસરો એક સેટેલાઈટ લોન્ચ કરશે

ઉજૈન12 જ્યોતિર્લિંગોમાંના એક એવા ભગવાન મહાકાલેશ્વરને ત્રણેય લોકના સ્વામી માનવામાં આવે છે. તેમને પાતાળ, પૃથ્વી અને આકાશમાં પ્રથમ અને સર્વ પૂજનીય દેવતા પણ કહેવામાં આવે છે. હવે ત્રણેય લોકના અધિપતિ ભગવાન મહાકાલના નામે એક સેટેલાઇટ પણ લોન્ચ થવા જઈ રહ્યો છે. ઈસરો ચીફે ઉજ્જૈનમાં દર્શન બાદ આપી આ વાતની જાણકારી આપી હતી.ઈસરોના ચીફ એસ. સોમનાથ…

દિલ્હી પોલીસે અશોક ગેહલોત સામે માનહાનીનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હીરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. કોર્ટે દિલ્હી પોલીસના રિપોર્ટને સ્વીકારી લીધો છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગેહલોત વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.દિલ્હી પોલીસના રિપોર્ટના આધારે રાઉઝ એવન્યુ કોર્ટ 1 જૂને સુનાવણી કરશે. રિપોર્ટના…

કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ પાછો ખેંચાવાની શક્યતા

બેંગલુરૂકર્ણાટકમાં કોંગ્રેસ સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી શકે છે. આ માહિતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી પ્રિયંક ખડગેએ આપી હતી. આ સાથે તેમણે આરએસએસ પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી પણ આપી હતી.પ્રિયંક ખડગેએ કહ્યું કે જો રાજ્યમાં શાંતિ ભંગ કરાશે તો તેમની સરકાર બજરંગ દળ પર પ્રતિબંધ લગાવી…

ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું, મેંગલુરુથી દુબઈ ફ્લાઈટ રદ, 160 મુસાફરોનો બચાવ

મેંગલુરુમેંગલુરુથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું હોવાની ઘટના સામે આવી છે. મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ ફ્લાઈટ રદ કરવામાં આવી છે.મળતા અહેવાલો મુજબ આ ઘટના સવારે લગભગ 8.30 વાગ્યાની આસપાસ બની હતી. ફ્લાઈટના એક પંખા સાથે પક્ષી ટકરાતા ફ્લાઈટ…

અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારી હત્યા કરાઈ

અમૃતસરપંજાબના અમૃતસરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહી ગેંગસ્ટર જરનૈલ સિંહની હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક અજ્ઞાત લોકોએ જરનૈલ સિંહ પર 20-25 ગોળીઓ મારી હતી, જેમાં જરનૈલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.ઘટના અમૃતસરના બાબા બકાલા પાસેના સથિયાલા ગામની છે. અહીં કેટલાક લોકોએ જરનૈલ સિંહ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટના બાદ…

મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં ફરી હિંસા, સેના બોલાવી, કર્ફ્યુ લદાયો

ઈમ્ફાલદેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. પરિસ્થિતિને જોતા શહેરમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેનાને પરત બોલાવવામાં આવી છે. હિંસાગ્રસ્ત શહેરમાં ઘણા દિવસો સુધી શાંત માહોલ બાદ આજે બપોરે ફરીથી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી.સૂત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, રાજ્યની રાજધાની ઇમ્ફાલના ન્યૂ ચાકોન વિસ્તારમાં મેઇતેઈ…