પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, જેમાંના 123 ગુજરાતના
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ આપેલી માહિતી નવી દિલ્હી આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા….
