વર્ષના અંતે શાહરૂખ ડંકીથી તહેલકો મચાવશે, ફિલ્મનો રિવ્યુ સામે આવ્યો

Spread the love

બોમન ઈરાનીએ કહ્યુ કે તેમણે ફિલ્મ જોઈ લીધી છે અને આ શાહરૂખ ખાનની હેટ્રિક સાબિત થવાની છે


મુંબઈ
શાહરૂખ ખાન અત્યારે જવાનની સક્સેસને એન્જોય કરી રહ્યા છે. જવાનને રિલીઝ થયે 50 દિવસ થઈ ગયા છે અને આ ફિલ્મ હજુ સુધી થિયેટર્સમાં ટકેલી છે. વર્ષ 2023 શાહરૂખ ખાનના નામે રહ્યુ છે. શરૂઆતમાં શાહરૂખ પઠાણ લઈને આવ્યા હતા. પઠાણ પણ સુપરહિટ સાબિત થઈ છે. પઠાણથી શાહરૂખે લાંબા સમય બાદ બોલીવુડમાં વાપસી કરી હતી. હવે વર્ષના અંતમાં ચાહકોને શાહરૂખ ખાનની ડંકીની રાહ જોઈ રહ્યા છે. ક્રિસમસના અવસરે ડંકી રિલીઝ થવાની છે એટલે કે વર્ષના અંતે પણ શાહરૂખ ખાન ધમાલ મચાવવાના છે. ડંકીનો પહેલો રિવ્યૂ સામે આવી ગયો છે. આ એક્ટર બોમન ઈરાનીએ આપ્યો છે.
બોમન ઈરાની તાજેતરમાં જ એક ઈવેન્ટમાં ગયા હતા. જેમાં તેમણે ડંકી વિશે વાત કરી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે બોમન ઈરાની પણ નજર આવવાના છે. બોમન ઈરાનીએ કહ્યુ કે તેમણે ફિલ્મ જોઈ લીધી છે અને આ શાહરૂખ ખાનની હેટ્રિક સાબિત થવાની છે.
બોમન ઈરાનીએ પોતાની ફિલ્મ ડંકી વિશે વાત કરી. તેમણે કહ્યુ કે મે ફિલ્મનો અર્લી ડ્રાફ્ટ જોઈ લીધો છે અને આ ખૂબ સારી બની છે. આ ખૂબ જ સરસ સબ્જેક્ટ છે અને આ રાજકુમાર હિરાનીની અન્ય ફિલ્મોની જેમ મનોરંજક પણ છે. આને તમે એન્જોય કરશો. આ તમને અમુક બાબતો વિશે વિચારવા પર મજબૂર કરી દેશે અને જીવનનો કોન્સેપ્ટ સમજાવશે.
ડંકી દ્વારા શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીએ પહેલી વખત સાથે કામ કર્યુ છે. ફિલ્મની કહાની લોકોની ગેરકાયદેસર રીતે વિદેશ જવાની છે અને તે કેવી સ્થિતિનો સામનો કરે છે. ડંકીને રાજકુમાર હિરાની, અભિજાત જોશી અને કનિકા ઢિલ્લોએ લખી છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે તાપસી પન્નૂ લીડ રોલમાં નજર આવશે. ફિલ્મમાં વિક્કી કૌશલનો કેમિયો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *