હુમલાખોરનુ નામ રોબર્ટ કાર્ડ હોવાનુ બહાર આવ્યું, તેની લાશ શહેરથી આઠ કિલોમીટર દૂર જંગલમાં મળી આવી
વોશિંગ્ટન
અમેરિકાના મેન રાજ્યના લેવિસ્ટન શહેરમાં અંધાધૂધ ફાયરિંગ કરીને 22 લોકોના જીવ લેનાર હુમલાખોરની લાશ મળી આવી છે.
આડેધડ ફાયરિંગ કરનાર આ વ્યક્તિ ઘટના બાદ ગાયબ હતો અને પોલીસ તેને શોધી રહી હતી. બે દિવસ પછી પોલીસને તેની લાશ મળી છે. પોલીસે આ પહેલા હુમલાખોરની રાયફલ સાથેની તસવીર જાહેર કરીને તેની ઓળખ કરવામાં લોકોને મદદ કરવા માટે અપીલ કરી હતી.
હુમલાખોરનુ નામ રોબર્ટ કાર્ડ હોવાનુ બહાર આવ્યુ હતુ. તેની લાશ શહેરથી આઠ કિલોમીટર દૂર જંગલમાં મળી આવી છે. પોલીસને શંકા છે કે, આરોપીએ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ પોતે જ ગોળી મારીને આત્મહત્યા કરી છે.
પોલીસે જોકે હજી સુધી કોઈ વધારે જાણકારી આપી નથી. ફાયરિંગની ઘટના બાદ આ શહેરમાં લોકોમાં ખોફનો માહોલ છે. મરનારા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં 14 વર્ષના બાળકથી માંડીને 70 વર્ષના દંપતિ પણ સામેલ છે.