રોનાલ્ડોની વાત પર સલમાન હસતો જોવા મળ્યો, આ ફોટોએ રોનાલ્ડોના સલમાન ખાનને નજરઅંદાજ કરવાના દાવાને ખોટો સાબિત કર્યો

નવી દિલ્હી
ગઈકાલે એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોનાલ્ડો બોલિવૂડના ટાઈગર એટલે કે સલમાન ખાનને નજરઅંદાજ કરીને જતો રહ્યો છે.
હવે રોનાલ્ડોએ સલમાન ખાનને ઇગ્નોર કર્યો હોય તે દાવો ખોટો સાબિત થયો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો હતો તે સાઉદી અરેબિયામાં ટાયસન ફ્યુરી અને ફ્રાન્સિસ નગનોની વચ્ચેની એમએમએ મેચનો છે, જ્યાં આ બંને સ્ટાર્સ મેચ જોવા ગયા હતા.
આ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યુ હતુ કે, રોનાલ્ડોએ સલમાનને ઇગ્નોર કર્યો છે અને ત્યાંથી ચાલ્યો ગયો છે, જ્યારે એવું નથી, પરંતુ આ દરમિયાન બંને વચ્ચે ઘણી વાતચીત થઈ હતી અને જે વીડિયો વાયરલ થઈ રહ્યો હતો તે ખોટો સાબિત થયો હતો.
જેને લઇને એક અપડેટ સામે આવી છે, જેમાં હવે એક તસવીર સામે આવી છે. આ ફોટોમાં બંને સ્ટાર્સ એકબીજા સાથે ખૂબ વાતો કરતા જોવા મળે છે. આ ઉપરાંત રોનાલ્ડોની વાત પર સલમાન હસતો જોવા મળ્યો હતો. હવે આ ફોટોએ રોનાલ્ડોના સલમાન ખાનને નજરઅંદાજ કરવાના દાવાને ખોટો સાબિત કર્યો છે.
સલમાન ખાનના વર્ક ફ્રન્ટની જો વાત કરીએ તો, આ દિવસોમાં અભિનેતા સલમાન ખાન પણ ‘બિગ બોસ 17’ માટે ચર્ચામાં છે. આ સિવાય સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઈગર 3ને લઈને પણ ચર્ચામાં છે. ચાહકો પણ અભિનેતાની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના સમયમાં રિલીઝ થશે.