મેક્સવેલે રન ચેઝમાં વર્લ્ડ કપમાં કપિલના 175 અણનમ રનનો રેકોર્ડ તોડ્યો

Spread the love

મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 157.03ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 128 બોલમાં અણનમ 201 રન બનાવ્યા

મુંબઈ

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2023માં ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં ગ્લેન મેક્સવેલે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 157.03ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અણનમ 201 રન બનાવ્યા હતા. આ સાથે તેણે 40 વર્ષ જૂના કપિલ દેવના રેકોર્ડને તોડી દીધો છે. કપિલ દેવે વન-ડે વર્લ્ડ કપ 1983માં ઝિમ્બાબ્વે સામે રન ચેઝ કરતા અણનમ 175 રન બનાવ્યા હતા.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 5 વિકટ ગુમાવીને 291 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ઈબ્રાહીમ ઝાદરાને શાનદાર સદી ફટકારી હતી. તે અફઘાનિસ્તાન માટે વન-ડે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 91 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેક્સવેલે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ સંભાળી અને તાબડતોડ બેટિંગ કરતા માત્ર 128 બોલમાં 201 રન ફટકારી દીધા હતા. આ સાથે જ તેણે ઘણાં રેકોર્ડ બનાવ્યા હતા.

વનડે રન ચેઝમાં સર્વોચ્ચ સ્કોર

201* – ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા વિ. અફઘાનિસ્તાન, મુંબઈ, વન-ડે વર્લ્ડ કપ 2023

193 – ફખર ઝમાન, પાકિસ્તાન વિ. સાઉથ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2021

185* – શેન વોટસન, ઓસ્ટ્રેલિયા વિ. બાંગ્લાદેશ, મીરપુર, 2011

183* – એમ.એસ ધોની ભારત વિ. શ્રીલંકા, જયપુર, 2005

183 – વિરાટ કોહલી, ભારત વિ. પાકિસ્તાન, મીરપુર, 2012 

વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

237* – માર્ટિન ગુપ્ટિલ, ન્યુઝીલેન્ડ વિ. વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, 2015

215 – ક્રિસ ગેલ, વેસ્ટ ઈન્ડિઝ વિ. ઝિમ્બાબ્વે, કેનબેરા, 2015

201* – ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા વિ. અફઘાનિસ્તાન, મુંબઈ, 2023*

188* – ગેરી કર્સ્ટન, સાઉથ આફ્રિકા વિ. યુએઈ, રાવલપિંડી, 1996

183 – સૌરવ ગાંગુલી, ભારત વિ. શ્રીલંકા, ટોન્ટન, 1999

વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા

49 – ક્રિસ ગેલ

45 – રોહિત શર્મા

43 – ગ્લેન મેક્સવેલ

37 – એબી ડી વિલિયર્સ

37 – ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

201* – ગ્લેન મેક્સવેલ વિ. અફઘાનિસ્તાન, મુંબઈ, 2023

185* – શેન વોટસન વિ. બાંગ્લાદેશ, મીરપુર, 2011

181* – મેથ્યુ હેડન વિ. ન્યુઝીલેન્ડ, હેમિલ્ટન, 2007

179 – ડેવિડ વોર્નર વિ. પાકિસ્તાન, એડિલેડ, 2017

178 – ડેવિડ વોર્નર વિ. અફઘાનિસ્તાન, પર્થ, 2015

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *