આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા

મુંબઈ
સાપ્તાહિક એક્સપાયરી પર માર્કેટમાં નિફ્ટી રેન્જમાં ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. મિડકેપ ઇન્ડેક્સ મામૂલી ઉછાળા સાથે બંધ રહ્યો હતો. રિયલ્ટી, ઓટો, પીએસઈ શેરોમાં ખરીદી હતી જ્યારે એફએમસીજી, આઈટી, ફાર્મા શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. અદાણી એન્ટરપ્રાઇઝિસ, એચયુએલ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અદાણી પોર્ટ્સ અને ટેક મહિન્દ્રા ટોચના નિફ્ટી લૂઝર રહ્યા. જ્યાકે એમએન્ડએમ, એપોલો હોસ્પિટલ્સ, કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ અને પાવર ગ્રીડ કોર્પોરેશન નિફ્ટીના ટોચના ગેનર્સ હતા.
પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ થયું હતું. આઈટી અને એફએમસીજી શેરોમાં વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 144 પોઈન્ટના ઘટાડા સાથે 64,832 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ 48 પોઈન્ટના ઘટાડા સાથે 19,395 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં ઓટો, બેન્કિંગ, રિયલ એસ્ટેટ, હેલ્થકેર સેક્ટરના શેરોમાં જોરદાર તેજી જોવા મળી. જ્યારે આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજે મિડ કેપ શેરોમાં વધારો જોવા મળ્યો છે જ્યારે સ્મોલ કેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર ઉછાળા સાથે અને 17 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 21 તેજી સાથે અને 29 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.
આજે સેક્ટરલ ઈન્ડેક્સ મિશ્ર કારોબાર કરી રહ્યા છે. રિયલ્ટી અને ઓટો ઈન્ડેક્સ 1 ટકા વધ્યા હતા. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, આઈટી ઈન્ડેક્સ 0.5 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. જ્યાં બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ થયા છે જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.25 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 143.41 પોઈન્ટ અથવા 0.22 ટકાના ઘટાડા સાથે 64,832.20 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 48.20 પોઈન્ટ અથવા 0.25 ટકાના ઘટાડા સાથે 19395.30 ના સ્તર પર બંધ થયો હતો.
શેરબજારમાં વેચવાલીને કારણે ઘટાડો થયો હતો, ત્યારબાદ બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. 319.74 લાખ કરોડ રહી હતી, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 320.45 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 71,000 કરોડનો ઘટાડો થયો છે.
