દિવાળી પર કોર્ટના આદેશનો ભંગ કરી દિલ્હીમાં ખૂબ ફટાકડા ફૂટ્યા

Spread the love

લોકોએ કોર્ટના આદેશનો ભંગ કરીને 90 ડેસિબલની ધ્વનિ મર્યાદાને વટાવતા ફટાકડાઓ ફોડતા પાટનગરમાં ઝેરી ધુમ્મસની ચાદર પથરાઈ

નવી દિલ્હી

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ઘણા દિવસોથી વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે ગઈકાલે દિવાળીના તહેવારના દિવસે કોર્ટના આદેશનો ભંગ કરીને લોકોએ ફટાકડા ફોડવાના કારણે પ્રદૂષણનું સ્તર વધુ વધી ગયું છે.

ગઈકાલે દિવાળીના તહેવાર પર દેશભરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા, ત્યારે રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં છેલ્લા ઘણા દિવસોથી વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે જેના કારણે રાજધાની દિલ્હી-એનસીઆરમાં સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે ગઈકાલે સાંજ પડતાંની સાથે જ લોકોએ કોર્ટના આદેશનો ભંગ કરીને 90 ડેસિબલની ધ્વનિ મર્યાદાને વટાવતા ફટાકડાઓ ફોડ્યા હતા. ગઈકાલે રાત્રે લોકોએ ફટાકડા ફોડતા રાજધાનીમાં ફરી એકવાર ઝેરી ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી તેમજ સમગ્ર શહેરમાં ભારે પ્રદૂષણ ફેલાયું હતું. 

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) અનુસાર સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘નબળી’ શ્રેણીમાં છે. દિલ્હી-એનસીઆરમાં ફટાકડાથી ફરી પ્રદૂષણનું સ્તર વધતા એક્યુઆઈ જે દિવાળીની સાંજ સુધી 218 હતો, તે દિવાળીના બીજા દિવસે વધીને 999 થયો છે. ઈન્ડિયા ગેટની હાલત સૌથી ખરાબ છે. આ સિવાય દિલ્હીના આનંદ વિહાર, જહાંગીરપુરી, આરકે પુરમ, ઓખલા, શ્રીનિવાસપુરી, વજીરપુર, બવાના અને રોહિણી પણ પ્રદૂષણને કારણે ખરાબ હાલતમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *