તમે બધાએ તમારું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તમે લોકોએ 10 માંથી 10 ગેમ જીતી અહીં આવ્યા છો, આવું બધું રમતમાં થતું રહેઃમોદી
અમદાવાદ
પીએમ મોદી કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત સમગ્ર ટીમને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા. વડાપ્રધાને તમામ ખેલાડીઓને કહ્યું કે, તમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું.
વડાપ્રધાને નાખુશ રોહિતને મળીને કહ્યું કે, હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે. તેમે તમારું શાનદાર પ્રદર્શન આપ્યું છે. ત્યારબાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ જાડેજા સાથે ગુજરતીમાં વાત કરી હતી. તેમણે જાડેજાને સાંત્વના આપતા કહ્યું કે, બાપુ ઢીલા ના પડતા…..તમે બધાએ તમારું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તમે લોકોએ 10 માંથી 10 ગેમ જીતી અહીં આવ્યા છો. આવું બધું રમતમાં થતું રહે.
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથે ડ્રેસિંગરૂમની તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા જાડેજાએ લખ્યું, ‘અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ અમે ફાઇનલમાં હારી ગયા. આપણે બધા દુઃખી છીએ, પરંતુ આપણા દેશના લોકોનો સપોર્ટ આપણને આગળ લઈ જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગરૂમમાં પહોંચ્યા હતા. તેમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.’