દુબઈમાં મોદી અને ઈટાલીનાં પીએમની મેલોનીનો ખાસ સુમેળ જોવા મળ્યો

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ

દુબઈ

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (સીઓપી28)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી ઘણા મોટા નેતાઓ દુબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

આ સેલ્ફી ઈટાલીના પીએમ મેલોનીએ સીઓપી28 દરમિયાન ક્લિક કરી હતી. આ તસવીરમાં બંને હસી રહ્યાં છે. મેલોનીએ બાદમાં આ સેલ્ફી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી અને કહ્યું કે સીઓપી28માં સારા મિત્રો. #melodi. તમને જણાવી દઈએ કે આ દરમિયાન પીએમ મેલોનીએ હેશટેગ મેલોડીનો પણ ઉપયોગ કર્યો હતો. આ પહેલા સીઓપી28 સમિટમાં ભાગ લેનાર વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની કેમેસ્ટ્રી જોવા મળી હતી. બંનેની સાથે હસતા અને વાત કરતાની તસવીરો વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *