અગાઉ 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર આતંકવાદી હુમલો થયો હતો, પન્નુએ ધમકી આપતો વીડિયો જારી કર્યો

ટોરેન્ટો
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ધમકી આપી છે. પન્નુએ ભારત પર હુમલો કરવાની ધમકી આપતો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. પન્નુએ વીડિયોમાં કહ્યું કે મારી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું. હું 13મી ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને તેનો જવાબ આપીશ. ઉલ્લેખનીય છે કે કે 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર આતંકવાદી હુમલો થયો હતો.
પન્નુએ વીડિયોમાં કહ્યું કે ભારતીય એજન્સીઓએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી, જે નિષ્ફળ રહી. હવે હુમલાના પ્લાનિંગના જવાબમાં તે 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે. વીડિયોમાં પન્નુએ સંસદ ભવન હુમલાના દોષી અફઝલ ગુરુ સાથેનું એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે ‘દિલ્હી બનશે પાકિસ્તાન’.
પન્નુનો નવો વીડિયો જોયા બાદ સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે પન્નુના વીડિયોનું કન્ટેન્ટ સાંભળ્યા બાદ સ્પષ્ટ થાય છે કે પન્નુને આ સ્ક્રિપ્ટ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કે-2 ડેસ્ક દ્વારા આપવામાં આવી છે. વીડિયોમાં એક તરફ પન્નુ ખાલિસ્તાનનો એજન્ડા ચલાવી રહ્યો છે, તો બીજી તરફ અફઝલ ગુરુનું નામ લઈને તે કાશ્મીરી આતંકવાદીઓ અને પાકિસ્તાનના કાશ્મીર એજન્ડાને પણ સમર્થન આપી રહ્યો છે. પન્નુના આ વીડિયો બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.