તૈયાબાનો આતંકી અદનાન અહમદ પાકિસ્તાનમાં ઠાર મરાયો

Spread the love

અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી, કુલ ચાર ગોળીઓ મારવામાં આવી, જેનાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું

કરાંચી

ભારતના દુશ્મનોનો પાકિસ્તાનમાં સફાયો ચાલી રહ્યો છે. કરાચીમાં ભારતે વધુ એક મોટા દુશ્મને ઠાર માર્યો છે. જોકે, 2015માં જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલાનું ષડયંત્ર રચનારા લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અદનાન અહમદ ઉર્ફ હંઝલા અદનાનને ઠાર મરાયો છે. રિપોર્ટ અનુસાર, તેને અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી છે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, હંઝલા અદનાનને 2 અને 3 ડિસેમ્બર દરમિયાન રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીઓથી ઠાર માર્યો. તેને કુલ ચાર ગોળીઓ મારવામાં આવી, જેનાથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. રિપોર્ટ અનુસાર, અદનાન 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ટ લશ્કર પ્રમુખ હાફિઝ સઈદનો ખુબ નજીકનો મનાતો હતો.

રિપોર્ટમાં જણાવાયું છે કે, અદનાનને તેના ઘરની બહાર જ ગોળી મારવામાં આવી, જ્યારબાદ તેને પાકિસ્તાની સેના દ્વારા ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યાં તેને મૃત જાહેર કરાયો. 

ઉલ્લેખનીય છે કે, ઉધપુરમાં બીએસએફના કાફલા પર લશ્કર આતંકીઓના હુમલામાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારે 13 બીએસએફના જવાન ઈજાગ્રસ્ત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *