મહેશ બાબુની પુત્રીએ ફોટોશૂટ માટે એક કરોડની ફી લીધી

Spread the love

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની પુત્રી સિતારાએ 11 વર્ષની ઉંમરે એવું કરી બતાવ્યું છે જેના કારણે દરેકને તેના પર ગર્વ છે


ચેન્નાઈ
સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ અને બોલીવુડ એક્ટ્રેસ નમ્રતા શિરોડકરની સુંદર દીકરી સિતારા હાલ ચર્ચામાં છે. સિતારા તાજેતરમાં જ ટાઇમ્સ સ્ક્વેર પર દેખાનારી પ્રથમ સ્ટારકીડ બની છે. હાલમાં જ તેણે એક જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં બતાવવામાં આવ્યું છે. આ ફોટોશૂટ માટે સિતારાએ બોલીવુડના એક્ટર જેટલી ફી લીધી હતી.
મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની પુત્રી સિતારાએ 11 વર્ષની ઉંમરે એવું કરી બતાવ્યું છે જેના કારણે દરેકને તેના પર ગર્વ છે. તાજેતરમાં સિતારાએ એક જ્વેલરી બ્રાંડ માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ બ્રાન્ડે તેને પોતાનો એમ્બેસેડર પણ બનાવ્યો છે. આ ફોટોશૂટ માટે સિતારાએ 1 કરોડ રૂપિયાની મોટી રકમ લીધી છે. જે ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓની ફી બરાબર છે.
સિતારાનું આ ફોટોશૂટ 4 જુલાઈએ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં બતાવવામાં આવ્યું હતું. આમ કરનાર તે સૌથી નાની વયની સ્ટાર કિડ બની ગઈ છે. તેની ફોટોસ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પહેલા સિતારા તેના પિતા મહેશ બાબુની ફિલ્મ ‘સરકરુ વારી પાટા’ના એક ગીતમાં પણ જોવા મળી હતી. આ પહેલી વાર હતું જયારે સિતારા સ્ક્રીન પર દેખાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *