અમદાવાદ
જયપુર પિંક પેન્થર્સ અને બંગાળ વોરિયર્સે ગુરુવારે ટ્રાન્સસ્ટેડિયાના એકેએ એરેના ખાતે ખૂબ જ રસાકસી સાથે 28-28 થી સિઝનની પ્રથમ મેચ ડ્રો રમી હતી. ભવાની રાજપૂતે જયપુર પિંક પેન્થર્સ માટે સુપર 10નો રેકોર્ડ નોંધાવ્યો હતો, આ દરમિયાન વોરિયર્સ તરફથી શ્રીકાંત જાધવે મેચમાં સૌથી વધુ 7 પોઇન્ટ મેળવ્યા હતા.
જયપુર પિંક પેન્થર્સે શાનદાર શરૂઆત કરી હતી અને મેચની શરૂઆતની મિનિટોમાં વોરિયર્સને એક પણ પોઇન્ટ લેવા દીધો ન હતો. વોરિયર્સને બોર્ડમાં લાવવા માટે શ્રીકાંત જાધવે ડૂ ઓર ડાયની રેઈડ પર ઉપયોગ કર્યો હતો. ત્યાંથી, વોરિયર્સ સતત મેદાન પર પિંક પેન્થર્સને પોઈન્ટ લેવામાં મર્યાદિત રાખતા હતા, સતત લોગિંગ પોઇન્ટ પર રાખતા હતા.
જોકે, પિંક પેન્થર્સને નંબરોથી કોઈ ફરક પડતો ન હતો. અંકુશની આગેવાની હેઠળના તેમના બચાવમાં પહેલા ભાગમાં સળંગ ત્રણ સુપર ટેકલ્સ લોગ કર્યા, જેથી ખાતરી કરી શકાય કે તેઓ હાફ ટાઈમે લીડ જાળવી શકે. પિંક પેન્થર્સનું ડિફેન્સ યુનિટ એટલું પ્રભુત્વ ધરાવતું હતું કે તેમણે 8 ટેકલ પોઈન્ટ સાથે હાફટાઇમે 13-9થી સરસાઈ જાળવી હતી.
વોરિયર્સ પેન્થર્સના ડિફેન્સ સામે જરાયે નિરાશ થયા ન હતા અને હુમલો કરતા રહ્યા હતા. તેઓએ બીજા હાફની શરૂઆતમાં જ તેનું પરિણામ મેળવ્યું, અને રમતમાં પ્રથમ ઓલ આઉટ કરીને 16-13ની લીડ મેળવી હતી.
ફરી એક વખત પિંક પેન્થર્સનો ધબડકો થયો અને છેલ્લી દસ મિનિટમાં ટીમો 20-20 પોઇન્ટ પર બરોબરી પર હતી. ઘડિયાળમાં ટિક ડાઉન થતાં તેમને છૂટા પાડવામાં આવ્યા ન હતા, દરેક રેઈડ એકબીજા સાથે મેળ ખાતી હતી. બન્ને ટીમોએ છેલ્લી ઘડીએ પોઈન્ટ મેળવવા જોરદાર મહેનત કરી. અંતમાં શ્રીકાંત જાધવે ૧૦ સેકન્ડ બાકી હતી ત્યારે જીતી જશે એવી આશા રાખી હતી, પરંતુ ભવાની રાજપૂતે તરત જ રેઇડ પોઇન્ટ મેળવી લીધો. વોરિયર્સના કેપ્ટન મનિન્દર સિંઘે અંતે ટાઈથી સંતોષ માનવા માટે ખાલી રેઇડ પાડીને ઔપચારિકતા પૂરી કરી હતી.
શુક્રવારે PKL સીઝન 10 મેચનો કાર્યક્રમ:
મેચ 1: બેંગલુરુ બુલ્સ વિરુદ્ધ દબંગ દિલ્હી કે.સી. – રાત્રે 8 વાગ્યે
મેચ 2: પુણેરી પલટન વિરુદ્ધ યુ મુમ્બા – રાત્રે 9 વાગ્યે