પીકેએલ સીઝન 10 ના પ્રારંભિક તબક્કાની અંતિમ ગેમમાં પટના પાઇરેટ્સે ગુજરાત જાયન્ટ્સની વિજયકૂચ અટકાવી

Spread the love

અમદાવાદ

પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનના પ્રારંભિક તબક્કાની અંતિમ ગેમમાં પટના પાઇરેટ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગુજરાત જાયન્ટ્સની જીતના સિલસિલાનો અંત એક જોરદાર રસાકસીભર્યા મુકાબલામાં કર્યો હતો. પટના પાઇરેટ્સ શાણપણ અને તાકાત સાથે રમ્યું હતું અને ગુજરાત જાયન્ટ્સ સામે 33-30થી જીત્યું હતું. 

સચિન અને રોહિત ગુલિયાએ પટના પાઇરેટ્સ અને ગુજરાત જાયન્ટ્સને રમતના પ્રથમ આક્રમણ સાથે મેદાનમાંથી બહાર કરી દીધા હતા, જે પછી ભૂતપૂર્વ ચેમ્પિયન્સે રમતની પ્રથમ ત્રણ મિનિટમાં જ 3-પોઇન્ટની લીડ મેળવી લીધી હતી. પટણા પાઇરેટ્સે પ્રારંભિક આદાનપ્રદાન પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતું, જેમાંના દરેક તબક્કે ઘરઆંગણાની ટીમ સામે મેદાન માર્યું હતું. જોકે જેમ જેમ ફર્સ્ટ હાફ આગળ વધતો ગયો તેમ તેમ ગુજરાત જાયન્ટ્સે વળતી લડત આપવાનું શરૂ કર્યું.

સુનિયોજિત અને સારી રીતે ડ્રિલ કરતા, બંને પક્ષોએ તેમની શક્તિ મુજબ એકબીજા પર પ્રહાર ચાલુ રાખ્યા હતા, અને હાફમાં 8 મિનિટથી પણ ઓછો સમય બાકી હતો, ત્યારે સ્કોર 9-9 ની બરાબરી પર આવી ગયો હતો. ગુજરાત જાયન્ટ્સ માટે સૌરવ ગુલિયા અને રાકેશે ટીમ માટે શાનદાર રમત રમી ત્યારે સુધાકર એમએ જ પટના પાઇરેટ્સ માટે પ્રથમ હાફમાં રમત સંભાળી લીધી હતી, જેના લીઘે બંને ટીમ 12-12થી બરોબરી પર રહી હતી.

પટના પાઇરેટ્સ બીજા હાફમાં વધુ આક્રમક રમત રમી, જેમાં સચિને ગુજરાત જાયન્ટ્સ પર નિર્ણાયક ઓલઆઉટ કર્યું હતું, જેના લીધે ટીમને 7 પોઇન્ટની સરસાઈ મળી શકી અને અત્યંત જરૂરી એવી મજબૂતી આપી, જેનાથી મેચ સંપૂર્ણ રોમાંચક બની રહી હતી. સચિન, નીરજ અને અંકિતનો દબદબો ચાલુ રહેતાં ગુજરાત જાયન્ટ્સને મેચમાં આગળ વધવામાં મુશ્કેલી પડી રહી હતી. બીજા હાફમાં હાફ વે પોઇન્ટ પર પટના પાઇરેટ્સ 11 પોઇન્ટથી આગળ હતી.

અન્ય એક ઓલઆઉટ પટના પાઇરેટ્સની તરફેણમાં ગયું, જેણે ટીમની લીડને 14 પોઇન્ટ સુધી લંબાવી દીધી હતી આ સમયે માત્ર 9 મિનિટની જ બાકી હતી. જો કે, ફઝેલ અત્રાચલીના શાનદાર પ્રયાસથી પ્રોત્સાહિત રાકેશ અને સોમબીરે વળતી લડતનો પ્રયાસ કર્યો પણ મેચની 5 મિનિટ બાકી હતી, ત્યારે પટના પાઇરેટ્સે 9 પોઇન્ટની લીડ મેળવી લીધી હતી. ત્યાર બાદ ઘરઆંગણાની ટીમે પટના પાઇરેટ્સ પર ઓલઆઉટ કરતા જાયન્ટસની ટીમના સમર્થકોમાં થોડો ઉલ્લાસનો માહોલ છવાયોહતો.

બે મિનિટ બાકી હતી ત્યારે, રાકેશે તેની સુપર 10 માં પ્રવેશ કર્યો, તે પહેલાં તેણે પાવર ઓન કરવાનું ચાલુ રાખ્યું, અને લીડને બે પોઇન્ટ સુધી ઘટાડી દીધી. જો કે, મોડેથી કરાયેલો આ પ્રયાસ ટીમને બચાવવા પૂરતો નહતો અને પટના પાઇરેટ્સ પૂરા પોઇન્ટ સાથે મેચ જીતી ગઈ હતી.

શુક્રવારે PKL સીઝન 10 મેચનો કાર્યક્રમ: 

મેચ 1: બેંગલુરુ બુલ્સ વિરુદ્ધ દબંગ દિલ્હી કે.સી. – રાત્રે 8 વાગ્યે

મેચ 2: પુણેરી પલટન વિરુદ્ધ યુ મુમ્બા – રાત્રે 9 વાગ્યે

Total Visiters :277 Total: 1501943

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *